ફાઈટર પ્લેને આકાશમાં બનાવી વાંધાજનક આકૃતિ, ફોટા વાયરલ
આકાશમાં ઘણીવાર તમે ફાઈટર પ્લેનને કારનામાં બતાવતા જોયા હશે પરંતુ એરિજોનામાં આ આકાશી કરતબ શરમનું કારણ બની ગયુ છે. વાસ્તવમાં એરિજોનાના લ્યૂક એરફોર્સ બેઝમાં ફાઈટર પ્લેને આકાશમાં એવી આકૃતિ બનાવી જેના કારણે તે ચર્ચામાં આવી ગયુ છે. મંગળવારે ટ્રેનિંગ સેશન દરમિયાન ફાઈટર પ્લેન એફ-35ના પાયલટે આકાશમાં લિંગ રૂપ આકૃતિનું નિર્માણ કર્યુ જેના કારણે પાયલટ વિવાદમાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર આ ફોટા સામે આવ્યા બાદ દરેક રીતે તેની ટીકા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર આ ફોટો સામે આવ્યા બાદ અધિકારીઓએ આને દૂર્ઘટના ગણાવીને આનો બચાવ કર્યો છે. લ્યૂક એએફબીના પ્રવકતાએ જણાવ્યુ કે અમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટા જોયા છે. તેમણે કહ્યુ કે ટ્રેનિંગ દરમિયાન કોઈ પર પ્રકારનો ખોટો વ્યવહાર કરવામાં આવ્યો નથી. તેમણે આ આકૃતિના નિર્માણને માત્ર એક દૂર્ઘટના ગણાવી. તમને જણાવી દઈએ કે એફ-35 ઘણુ ખતરનાક ફાઈટર પ્લેન છે અને ઘણી મુશ્કેલીથી રડારની પકડમાં આવે છે. આ એરક્રાફ્ટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઘણુ મનપસંદ એરક્રાફ્ટ છે. તેમણે ઘણી વાર આની પ્રશંસા કરી છે.
આવુ પહેલી વાર છે જ્યારે મંગળવારે એફ-35 દ્વારા આકાશમાં એક રીતની આકૃતિ બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ પહેલા 2017માં એરક્રૂને આમ કરવાના કારણે સજા આપવામાં આવી હતી. એ વખતે વોશિંગ્ટનના ઓકનોગન કાઉન્ટીમાં ફાઈટર પ્લેન દ્વારા વાંધાજનક ફોટા આકાશમાં બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ ક્રૂને સજા આપવામાં આપવામાં આવી હતી. નેવી એર બૉસ વાઈસ એડમિરલ માઈક શૂમેકકરે આ ઘટના પર તીખી ટિપ્પણી કરીને કહ્યુ કે ક્રૂ સામે કાર્યવાહી કરવી જોઈએ. તેણે પોતાની સેવા દરમિયાન સમ્માનનો માહોલ બનાવી રાખવો જોઈએ. તેમણે કહ્યુ કે નેવલ એવિએશનમાં આ રીતની અશ્લીલતા માટે કોઈ જગ્યા નથી.
આ પણ વાંચોઃ મોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ, ગઈ વખત કરતા અડધી થઈ સંખ્યા
That F-35 sky penis above Luke AFB wasn’t intended to be sky penis, base sayshttps://t.co/KrCNZbF7RH pic.twitter.com/lvknmOyrP2
— Air Force Times (@AirForceTimes) 30 May 2019