For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૂળ ભારતીયને અમેરિકામાં ઝેરના ઇજેક્શનથી મળશે મોતની સજા

મૂળ ભારતીય વ્યક્તિને અમેરિકામાં મોતની સજા સંભળાવામાં આવી હતી. આ વ્યક્તિને ઝેરનું ઇન્જેક્શન આપીને મોતની સજા આપવામાં આવશે. આ અંગે વધુ વાંચો અહીં.

By Kajal
|
Google Oneindia Gujarati News

અમેરિકામાં રહેતા મૂળ ભારતના બંધક રઘુનંદન યંદમુરીને આવતા મહિને મોતની સજા સંભળાવામાં આવી છે. જેની તારીખ નક્કી થઈ ગઇ છે. યંદમુરીએ વર્ષ 2012માં એક 10 વર્ષની બાળકી અને તેની દાદાની હત્યા કરી હતી. એ બાદ તેને મોતની સજા સંભળાવામાં આવી હતી. તેના કયા દિવસે મોતની સજા આપશે તેની તારીખ નક્કી થઈ ગઇ છે. ઉલ્લેખનીય છે કે રઘુનંદન પહેલો તેવા ભારતીય છે જેના વિદેશની ભૂમિ અમેરિકા પર મોતની સજા સંભળાવવામાં આવશે. ત્યારે તેવું તો તેણે શું કર્યું કે તેને મોતની સજા મળી તે અંગે વિગતવાર જાણો અહીં...

મોતનું ઇન્જેક્શન

મોતનું ઇન્જેક્શન

32 વર્ષીય રઘુનંદન યંદમુરીને ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવશે. કોર્ટે રઘુનંદનને 23 ફેબ્રુઆરીના રોજ ઝેરનું ઇન્જેક્શન આપવાનું નક્કી કર્યુ છે. આ સાથે યંદમુરી પહેલા એવા ભારતીય અમેરિકન છે. જેને સરકાર મોતની સજા આપી રહ્યા હોય. 2014માં રઘુનંદનને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. એ બાદ તેને સજા કઇ અને ક્યારે આપવી એ નક્કી નહતુ.

રઘુનંદન યંદમુરીનો ગુનો શું છે?

રઘુનંદન યંદમુરીનો ગુનો શું છે?

રઘુનંદન યંદમુરીએ વર્ષ 2012માં એક 10 વર્ષની બાળકી અને તેની દાદાનું અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી. સ્થાનીક પોલીસ અનુસાર રઘુનંદનએ માત્ર પૈસાની લાલચે અપહરણ કર્યુ હતું. પરંતુ એ ઘટનાની જાણ બધાને થઇ જતા તેને ગુસ્સામાં આવીને બંન્નેની હત્યા કરી નાખી હતી.

કોણ છે રઘુનંદન યંદમુરી

કોણ છે રઘુનંદન યંદમુરી

રઘુનંદન યંદમુરી મૂળ ભારતના આંધ્રપ્રદેશના રહેવાસી છે. તેઓ એચ1બી વિઝા દ્વારા અમેરિકા ગયા હતા. તેમણે ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સાઇન્સમાં ડિગ્રી મેળવી છે. તેમણે અમેરિકામાં 2012માં બે વ્યક્તિની હત્યા કરી હતી. જે બાદ તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી.

મોતની સજાથી બચી શકે છે?

મોતની સજાથી બચી શકે છે?

ઉલ્લેખનીય છે કે યંદમુરીને 2014માં મોતની સજા સંભળાવવામાં આવી બાદ તેમણે સજાની વિરુદ્ધમાં એક અરજી કોર્ટમાં કરી હતી. પરંતુ કોર્ટે તેમની અરજીને રદ્દ કરી નાખી હતી. મળતી માહિતી અનુસાર રઘુનંદન મોતની સજાથી બચી શકે છે. કારણ કે પેનસિલ્વિનિયાના ગવર્નર ટોમ વુલ્ફએ કેપિટલ સજાઓ આપવા પર રોક લગાવી છે.

English summary
First Indian-origin death-row prisoner in US to be executed on February 23.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X