For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિવારે થશે 2019નું પહેલું સૂર્યગ્રહણ, ભારતમાં નહિં પણ અહિ જોઈ શકશો

2019નું પહેલું સૂર્યગ્રહણ, ભારતમાં નહિં પણ અહિ જોઈ શકશો

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019નું પહેલું સૂર્યગ્રહણ 6 જાન્યુઆરી એટલે કે રવિવારે જોવા મળશે. એટલે કે કાલે અવકાશી દ્રશ્યો નિહાળવાનો આ વર્ષનો પહેલો અવસર હશે જ્યાં તમે કુદરતી દ્રશ્યની મજા માણી શકશો. રવિવારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું પક્ષ-જોડાણ ખૂબ જ ચોક્કસ નહિં હોય જેથી આ સૂર્યગ્રહણ આંશિક હશે, પરિણામ સ્વરૂપ ચંદ્ર સૂર્યને પૂર્ણ રૂપે નહિં ઢાંકે. જો કે ભારતીયો 2019ના આ પહેલા સૂર્યગ્રહણને નિહાળવાનો લાભ નહિ ઉઠાવી શકે. જો છતાં તમે સૂર્ય ગ્રહણ નિહાળવા માંગતા હોવ તો તમારા માટે ગુડ ન્યૂઝ છે.

રવિવારે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ

રવિવારે છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ

આ સૂર્યગ્રહણ ચીન, કોરિયન દ્વીપકલ્પ, જાપાન, સાયબિરિયાના અમુક વિસ્તાર, રશિયા, પ્રશાંત મહાસાગર સહિત ઉત્તર-પૂર્વ એશિયાના અમુક ભાગમાં જોવા મળશે. અંદાજીત પાંચ કલાક સુધી આ ગ્રહણ લાગશે, જે વહેલી સવારે 5 વાગ્યેથી સવારના 9 વાગ્યા સુધી રહેશે. જો કે બદનસીબે આ ગ્રહણ ભારતમાં નહિ જોઈ શકાય.

આ દેશમાં જોવા મળશે સૂર્યગ્રહણ

આ દેશમાં જોવા મળશે સૂર્યગ્રહણ

સૌથી પહેલા આ સૂર્યગ્રહણ બેઈજિંગમાં જોવા મળશે જે ધીરે-ધીરે નોર્થીસ્ટથી અલાસ્કા તરફ ખસશે, જ્યાં સૂર્યોદય થતા પહેલા વેસ્ટર્નમોસ્ટ આઈલેન્ડમાં આ ગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રણના માર્ગ વિશે વધુ જાણવા માટે નાસાએ ગૂગલ મેપનો ઉપયોગ કરી ઇન્ટરેક્ટિવ એક્લીપ્સ પાથ બનાવ્યો છે. ગ્રહણના વિસ્તારમાંથી આ આંશિક સૂર્ગ્રહણ જોઈ શકાશે પણ ગ્રહણ નિહાળવા માટે આંખોની સૂરક્ષા જળવાય રહે તે કાળજી રાખવી જરૂરી છે.

સવારે પાંચ વાગ્યા પછી અહીં લાઈવ વીડિયોમાં જોઈ શકશો સૂર્યગ્રહણ

જો યોગ્ય સૂરક્ષાના ઉપકરણોનો ઉપયોગ કરવામાં ન આવે તો ગ્રહણ સમયે તમારી આંખોને નુકસાન થઈ શખે છે. આકાશમાં સૂર્ય સૌથી પ્રકાશિત પદાર્થ હોય અમૂક ક્ષણ પૂરતું પણ ડાયરેક્ટ સૂર્ય તરફ જોવાથી તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે. એટલું જ નહિં, દૂરબીન, ઓપ્ટિકલ સાધન કે તમારા ટેલિસ્કોપના ફાઈન્ડર સ્કોપથી સૂર્યગ્રહણ જોવા પર તૂરંત કાયમી માટે અંધાપો આવી શકે છે. સૂર્ય ગ્રહણને જોવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે ઈક્લિપ્સ ગ્લાસથી અથવા તો પિન્હોલ પ્રોજેક્ટરથી ગ્રહણની તસવીરને પ્રોજેક્ટ કરીને જોઈ શકાય છે. જો તમારી અંદરનો ખગોળશાસ્ત્રી જાગી ગયો હોય તો તમે અહિં આપેલ લાઈવ વીડિયો સ્ટ્રીમિંગમાં સૂર્યગ્રહણ જોઈ શકો છો.

બીજું ગ્રહણ ક્યારે થશે?

બીજું ગ્રહણ ક્યારે થશે?

જણાવી દઈએ કે વર્ષ 2019માં કુલ 6 સૂર્યગ્રહણ થનાર છે. રવિવારે 6 જાન્યુઆરીએ થનાર સૂર્ય ગ્રહણ 2019નું પહેલું સૂર્યગ્રહણ હશે. સૂપર બ્લડ મૂન વૉલ્ફ મૂન તરીકે ઓળખાતું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ 20-21 જાન્યુઆરીએ થશે, જે વેસ્ટર્ન યૂરોપ અને સાઉથ આફ્રિકામાં જોવા મળશે. જો કે 2 જુલાઈ 2019ના રોજ થનાર પૂર્ણ સૂર્યગ્રહણ આ વર્ષની હાઈલાઈટ હશે જે દક્ષિણ પેસિફિક, ચીલી અને આર્જેન્ટિનામાં જોવા મળશે.

Lunar Eclipse 2019: વર્ષ 2019 માં આવશે બે ચંદ્રગ્રહણLunar Eclipse 2019: વર્ષ 2019 માં આવશે બે ચંદ્રગ્રહણ

English summary
first solar eclipse of 2019, won't be visible in india but still you can see it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X