હરીકેન મેથ્યૂ: હૈતીમાં મૃતકોનો આંકડો 339, ફ્લોરિડામાં અફડાતફડી

Subscribe to Oneindia News

દરિયાઇ તોફાન મેથ્યૂએ હૈતીમાં કાળો કહેર વર્તાવ્યો છે. આ તોફાનને કારણે અત્યાર સુધીમાં 339 લોકોના મોત થઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે આ મહિને 2 ઑક્ટોબરે જ અમેરિકાના નેશનલ હરીકેન કેન્દ્રએ ચેતાવણી આપી હતી કે હૈતી અને જમૈકામાં આવનારુ આ તોફાન સૌથી શક્તિશાળી તોફાનોમાનું એક હોઇ શકે છે.

harricane haiti

દરિયામાં ઉઠી ઉંચી લહેરો

મેથ્યૂ તોફાનને કારણે હૈતીમાં મૂશળધાર વરસાદ પડવાની સાથે દરિયામાં ઘણી ઉંચાઇ સુધી લહેરો ઉઠી હતી. વળી, 230 કિમી/કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. હૈતીમાં પોતાનુ વિનાશ વેર્યા બાદ હવે આ તોફાન બહામસ અને તેની આસપાસના વિસ્તાર તરફ વળી રહ્યું છે. તોફાનને કારણે ઉઠેલી ખતરનાક હવાઓ ઉત્તર તરફ જઇ રહી છે અને તેનુ હવે પછીનુ નિશાન અમેરિકા હોઇ શકે છે.


આ તોફાનને કારણે કૈરેબિયન દેશોમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત થઇ ચૂક્યા છે. સૌથી વધુ મોત હૈતીમાં થયા છે.
હરીકેન મેથ્યૂ કેટેગરી 4 નું તોફાન છે જેમાં 119 થી 153 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય છે. તોફાનના કારણે ઉઠતી લહેરો 4-5 ફૂટ ઉપર સુધી જાય છે.

સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર

ફ્લોરિડાની સરકારે ત્યાંના રહેવાસીઓને તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે અન્યથા આ તોફાન તેમના માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ડેટોના બીચ, ફ્લોરિડાના મેયર ડેરિક હેનરીએ લોકોને જણાવ્યું કે તમારી સંપત્તિની ચિંતા બાદમાં કરજો પહેલા પોતાના જીવન વિશે વિચારો. જીવન ફક્ત એક વાર જ મળે છે.

આ એક ગંભીર સ્થિતિ છે. જો હજુ તમે તમારુ સ્થાન નથી છોડ્યુ તો જલ્દી છોડો. સમય નીકળી રહ્યો છે આપણી પાસે બહુ સમય નથી.
વળી, આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સ્ટેટ ઇમરજંસી ઘોષિત કરી દીધી છે.

English summary
Florida government warns ahead of Hurricane Matthew
Please Wait while comments are loading...