મિશેલ ઓબામા બની અમેરિકાની સૌથી લોકપ્રિય મહિલા
અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા હવે અમેરિકાની સૌથી લોકપ્રિય મહિલા છે. આ સાથે જ તેમણે વધુ એક પૂર્વ લેડી હિલેરી ક્લિંટન પાસેથી આ મુકામ છીનવી લીધુ છે. હિલેરી છેલ્લા 17 વર્ષોથી લોકપ્રિય મહિલા બનેલા હતા જેમને અમેરિકનોએ સૌથી વધુ પસંદ કર્યા હતા. પરંતુ હવે લાગે છે કે હિલેરી માટે હવે આ ક્રેઝ ખતમ થઈ રહ્યો છે અને મિશેલની દિવાનગી વધી રહી છે. ગૈલપ પોલના પરિણામોમાં એ વાતની પુષ્ટિ થઈ છે જેના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા છે.
11 વર્ષોથી બરાક ઓબામા નંબર વન
વળી, બરાક ઓબામા સતત 11માં વર્ષે સૌથી વધુ પસંદ કરાતા વ્યક્તિ બનેલા છએ. રાષ્ટ્રપતિ પદ ગયાના બે વર્ષ બાદ પણ તેમના માટે લોકોનો પ્રેમ ઘટી નથી રહ્યો. વળી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સતત ચોથી વર્ષે સર્વેમાં લોકપ્રિયતા મામલે બીજુ સ્થાન મળ્યુ છે. ગૈલપ સન 1946થી દર વર્ષે આ પોલ કરાવે છે અને માત્ર 1976માં જ આ પોલ નહોતા થયા. સર્વેમાં શામેલ 1,025 અમેરિકી નાગરિકોમાંથી 15 ટકા લોકોએ કહ્યુ કે તે મિશેલને સૌથી વધુ પસંદ કરે છે. મિશેલ હાલમાં પોતાની પહેલુ પુસ્તક 'બીકમિંગ' ના પ્રમોશનલ ટૂરમાં બિઝી છે.
હિલેરીને મળ્યા ચાર ટકા મત
ટૉક શો ક્વીન ઓફ્રા વિન્ફ્રેને પાંચ ટકા મત મળ્યા અને તે લોકપ્રિયતાના બીજા સ્થાલ પર રહી. વળી, હિલેરી ક્લિંટન અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને ચાર ચાર ટકા મતો મળ્યા. હિલેરી વર્ષ 2016માં થયેલી અમેરિકી ચૂંટણાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર છે. તે અમેરિકીની પૂર્વ વિદેશ મંત્રી પણ રહી ચૂકી છે. હિલેરી 22 વાર આ લિસ્ટમાં ટૉપ કરી ચૂકી છે જેમાં તે છેલ્લા 17 વર્ષોથી નંબર વન બનાવી ચૂકી છે. વળી, 19 ટકા લોકોએ કહ્યુ કે બરાક ઓબામાં એવા પુરુષ છે જેમને તે સૌથી વધુ પસંદ કરે છે. ટ્રમ્પને 13 ટકા તો પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને પોપ ફ્રાન્સિસને બે ટકા મતો જ મળી શક્યા. ગૈલપનું કહેવુ છે કે સર્વેને 3થી 12 ડિસેમ્બર વચ્ચે કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ક્રિસમસમાં ઓવરટાઈમ કરી રહેલા ભારતીય મૂળના પોલિસ ઓફિસરની ગોળી મારી હત્યા