• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

France: ઈસ્લામિક આતંકવાદ પર પ્રેસિડેન્ટ મૈંક્રોની ચેતવણી, કહ્યું કે..

|
Google Oneindia Gujarati News

પેરિસઃ ફ્રાંસમાં પાછલા દિવસોમાં ઈતિહાસના એક ટીચરની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. ટીચરે ક્લાસમાં ફ્રી સ્પીચ વિશે પૈગંબર મોહમ્મદના કાર્ટૂનથી સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા તે વાતને લઈ 18 વર્ષના છોકરાએ તેમનું સીર કમલ કરી દીધુ્ં હતું. કોરોના વાયરસ મહામારીનો માર ભોગવી રહેલ યુરોપના આ મહત્વના પર્યટન સ્થળ દેશમાં મોટાપાયે પ્રદર્શનો થઈ રહ્યાં છે. રવિવારે અહીં લોકોએ ફ્રી સ્પીચ અને ધર્મનિરપેક્ષતાના પક્ષમાં રેલીઓ કાઢી. પ્રેસિડેન્ટ ઈમૈનુએલ મૈંક્રો પોતાની સરકાર સાથે ઈસ્લામિક આતંકવાદનો જવાબ આપવા માટે મોટા પાયે ચર્ચા કરી રહ્યા છે.

ફ્રાંસ વર્ષ 2015થી આતંકવાદના સિકંજામાં

ફ્રાંસ વર્ષ 2015થી આતંકવાદના સિકંજામાં

પાછલા પાંચ વર્ષથી ફ્રાંસમાં આતંકવાદે પોતાનો પાયો મજબૂત બનાવવો શરૂ કરી દીધો છે. જાન્યુઆરી 2015માં ચાર્લી હેબ્દો ઑફિસ પર આતંકી હુમલો થયો હતો તો તે વર્ષે જ મુંબઈ હુમલાની માફક એક પછી એક હુમલા થતા રહ્યા. પ્રેસિડેન્ટ મૈંક્રોએ કહ્યું કે ઈસ્લામિક આતંકવાદને બર્દાશ્ત નહિ કરાય. સરકારે ઈતિહાસના ટીચર સૈમ્યુઅલ પૈટીને દેશના સર્વૌચ્ચ અસૈન્ય વીરતા પુરસ્કાર આપવાનું એલાન કર્યું છે. પેરિસ સહિત ફ્રાંસના મોટા શહેરોમાં કોરોનાની પરવાહ કર્યા વિના મોટાપાયે પ્રદર્શનોને હવા આપવામાં આવી રહી છે. દેશના ઝંડા સાથે લોકો આતંકવાદથી પીડિત ટીચરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મસ્જિદ બંધ કરી

મસ્જિદ બંધ કરી

ફ્રાંસમાં પેરિસ ઉપરાંત મોટા શહેરોમાં રહેલી તમામ મસ્જિદ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ અહીં હવે તેજીથી એ વ્યક્તિની તલાશ કરી રહી છે જેણે હત્યારાને ઉક્સાવ્યો હતો. પાંટીનની સૌથી મોટી મસ્જિદ પણ બંધ કરી દેવામાં આવી છે. ઈમૈન્યુઅલ મૈંક્રોએ દેશમાં વધતા ઈસ્લામોફોબિયા, રંગભેદ અને ભેદભાવ ખતમ કરવાના ઉદ્દેશ્યથી એક બિલનું એલાન કર્યું છે. ઈસ્લામ ઑફ ધી એનલાઈટમેન્ટ નામના આ બિલનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે. મૈંક્રોએ ચાર ઓક્ટોબરે બિલ વિશે એલાન કર્યું હતું. તેમણે જણાવ્યુ્ં હતું કે બિલનો ડ્રાફ્ટ નવ ડિસેમ્બરે કાઉંસિલ ઑફ મિનિસ્ટર પાસે મોકલવામાં આવશે. મૈંક્રોનું કહેવું છે કે નવા ઉપાયોની મદદથી ફ્રાંસના ગણતંત્રને સુરક્ષિત કરવા અને તેના આદર્શોની રક્ષા કરવામાં સફળતા મળી શકશે. આ ઉપરાંત કટ્ટર ઈસ્લામવાદથી પણ લડી શકાશે.

આતંકવાદીઓની ઊંઘ હરામ થશે

આતંકવાદીઓની ઊંઘ હરામ થશે

પ્રેસિડેન્ટ મૈંક્રોએ આતંકવાદીઓને ચેતવણી પણ આપી દીધી. તેમણે કહ્યું કે દેશમાં જલદી જ ડર પોતાની તરફ બદલતો જોવા મળશે. મૈંક્રો મુજબ દેશમાં ઈસ્લામિક આતંકવાદીઓની ઊંઘ હરામ કરી દેવાશે. જે હત્યારાએ પૈટીને માર્યો તેની ઉંમર 18 વર્ષની હતી અને ચેચન્યાનો રહેવાસી હતો. અબ્દુલ્લા અંજોરોવ નામના આ આતંકવાદીએ બે કિશોર છોકરાને 300થી 350 યુરો પણ આપ્યા જેથી તેઓ તેને પેટી વિશે જાણકારી આપી શકે. આ બંને છોકરાઓની ઉંમર 14 અને 15 વર્ષ છે. ફ્રાંસની ઑથૉરિટીઝે સાત લોકો પર હત્યાનો કેસ નોંધ્યો છે.

ટીચરને સર્વોચ્ચ સન્માન મળશે

ટીચરને સર્વોચ્ચ સન્માન મળશે

બુધવારે પેરિસના ઉપનગરીય વિસ્તાર કૉન્ફ્લાંસ સેંટ હાનોરાઈનમાં પૈટીના સન્માનમાં એક સબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ફરિયાદીઓએ હત્યારા પર આતંકવાદ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. પ્રેસિડેન્ટ મૈંક્રોએ સોરોબૉન યૂનિવર્સિટીમાં આયોજિત પ્રાર્થના સભામાં કહ્યું કે, 'અમે કાર્ટૂનોને નહિ ત્યાગીએ.' આની સાથે જ મૈંક્રોએ પૈટીને સર્વોચ્ચ નાગરિક સન્માન લિજિયન ઑફ ઑનરથી સન્માનિત કરવાનું એલાન કર્યું. પ્રેસિડેન્ટ મૈંક્રોએ આતંવાદને કાયર ગણાવ્યો છે.

US Election: ચૂંટણી પહેલા ટ્રમ્પ અને બિડેન વચ્ચે ફાઈનલ પ્રેસિડેન્સિયલ ડિબેટ, જાણો કોણે શું કહ્યુUS Election: ચૂંટણી પહેલા ટ્રમ્પ અને બિડેન વચ્ચે ફાઈનલ પ્રેસિડેન્સિયલ ડિબેટ, જાણો કોણે શું કહ્યુ

English summary
France: President Macron's warning on Islamic terrorism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X