For Quick Alerts
For Daily Alerts
ફ્રેન્ચ અને અમેરિકનને ફિઝિક્સમાં નોબલ પ્રાઇઝ
સ્ટોકહોમ, 09 ઑક્ટોબરઃ ફ્રેન્ચમેન સેર્જ હારોચ અને અમેરિકન ડેવિડ વિનેલેન્ડને ફિઝિક્સમાં 2012નું નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. તેમને આ નોબલ પ્રાઇઝ ટિની ક્વેન્ટમ પાર્ટિક્લ્સને ડિસ્ટ્રોઇ કર્યા વગર પારખી શકાય તેવી મેથડને ડેવલોપ કરી છે.
વ્યક્તિગત ક્વેન્ટમ સિસ્ટમને માપવા અને ઉપયોગમાં લેવા માટે જે અભૂતપૂર્વ મેથડ તૈયાર કરી છે તે બદલ, રોયલ સ્વેડિસ એકેડમી ઓફ સાયન્સ દ્વારા આ વૈજ્ઞાનિકોના નામ મોકલવામાં આવ્યા હતા.
હારોચ અને વિનેલેન્ડ બન્ને ક્વેન્ટમ ઓપ્ટિક્સના ક્ષેત્રમાં કામ કરી રહ્યાં હતા. "આ અભૂતપૂર્વ શોધ ક્વેન્ટમ ફિઝિક્સમાં નવા પ્રકારની સુપર ફાસ્ટ કોમ્પ્યુટર બેઝ્ડ બિલ્ડિંગ તરફનું સૌથી પહેલું પગલું છે. ઉપરાંત આ સંશોધન જે એવી ઘડિયાળના નિર્માણમાં મદદરૂપ થઇ શકે છે, જે ભવિષ્યના આધારે નવા સ્ટાન્ડર્ડ ટાઇમ બતાવી શકે." એકેડમીએ જણાવ્યું છે.
આ વર્ષે નોબલ પ્રાઇઝની જાહેરાત સોમવારથી કરવામાં આવી છે. સોમવારે મેડિસિનમાં નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. જે બ્રિટનના જ્હોન ગુર્ડોન અને જાપાનના શિન્યા યામનકાને આપવામાં આવ્યો હતો.