For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૈરોબી મોલમાં નવું ફાયરિંગ, મુસ્લિમ નેતાઓએ હુમલાને વખોડ્યો

|
Google Oneindia Gujarati News

નૈરોબી, 24 સપ્ટેમ્બર : કેન્યા સત્તાવાળાઓએ નૈરોબીમાં આવેલો વેસ્ટગેટ શોપિંગ મોલ જે છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓના સકંજામાં હતો અને ત્યાં અંધાધૂંધ ગોળીબાર કરી આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તે હવે આતંકવાદીઓના સકંજામાંથી મુક્ત થઇ ગયો છે અને તમામ બંધકોને છોડાવી દીધા હોવાના દાવા બાદ મંગળાર 24 સપ્ટેમ્બર, 2013ના રોજ સવારે ફરીથી આ મોલમાં નવેસરથી ફાયરિંગ થયું હોવાનું સંભળાયું છે.

ઉલ્લેખનીય છે કે 1998 પછી ઇસ્ટ આફ્રિકામાં આવેલા આ દેશણાં સૌથી ભયાનક આતંકવાદી હુમલામાં અંદાજે 60 જેટલા લોકો માર્યા ગયા છે અને 200થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં સાત ગુજરાતીઓના પણ મોત થયા છે.

આ આતંકવાદી હુમલાને વિશ્વભરમાંથી અગ્રણી મુસ્લિમ નેતાઓએ વખોડી કાઢ્યો છે. આ હુમલો સોમાલિયા સ્થિત આતંકવાદી સંગઠન અલ શબાબે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠનને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંબંધ હોવાની બાતમી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી સંગઠન કોઇ ધર્મ કે શ્રદ્ધા સાથે સંકળાયેલું નથી.

આ હુમલા અંગે મુસ્લિમ અગ્રણીઓનું કહેવું છે કે ઇસ્લામમાં ક્યારેય નિર્દોષ લોકો ખાસ કરીને મહિલા અને બાળકો સાથે આબી બર્બર હત્યા કરવાની તરફેણ કરવામાં આવી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ બિન મુસ્લિમ લોકોને જ નિશાન બનાવ્યા છે.

મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે આવા આતંકવાદી હુમલા કરીને અલ શબાબ કેન્યામાં ઇસ્લામના નામે અલગ વિસ્તારની માંગણી ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ કેન્યા સરકાર પર એન્ટિ ટેરર પોલિસી બંધ કરવા માટે પણ દબાણ કરી રહ્યા છે.

નૈરોબીમાં

નૈરોબીમાં


નૈરોબીમાં વેસ્ટગેટ શોપિંગ મોલની બહાપર રેસ્ક્યુ ઓપરેશન કરતા સૈનિકો

આગ

આગ


નૈરોબીના વેસ્ટગેટ શોપિંગ મોલમાંથી નીકળી રહેલા ધૂમાડાના ગોટા

બચાવ કાર્ય

બચાવ કાર્ય


મોલમાંથી લોકોને બહાર કાઢવા માટે લશ્કરે મોટું અભિયાન 23 સપ્ટેમ્બરે હાથ ધર્યું હતું

રક્તદાન

રક્તદાન


આતંકવાદી હુમલામાં ઘવાયેલા લોકોની મદદ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા

ઘેરાવો

ઘેરાવો


લશ્કરે વેસ્ટગેટ મોલને ચારે તરફથી ઘેરી લીધો હતો

લશ્કરની પોઝિશન

લશ્કરની પોઝિશન


કેન્યાના લશ્કરે મોલમાંથી આતંકવાદીઓને પકડવા પોતીની પોઝિશન આ રીતે લીધી હતી

લશ્કરનું ફાયરિંગ

લશ્કરનું ફાયરિંગ


લશ્કરે મોલની બહારથી ઓપન ફાયરિંગ કર્યું હતું

સારવાર

સારવાર


ઘવાયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે લઇ જવામાં આવતા હતા

English summary
Fresh firing heard in Nairobi mall, Muslim leaders condemn attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X