• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Year Ender 2018: જાણો 2018ની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ

|

વધુ એક વર્ષ સમાપ્ત થવા જઈ રહ્યું છે, 2018નું વર્ષ પણ કેટલીક સારી અને ખરાબ યાદો સાથે વિદાય લઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2018 ખાસ્સુ હંગામેદાર રહ્યું છે. ચીનથી લઈને પાકિસ્તાન, અમેરિકાથી લઈ રશિયા સુધી વિશ્વના દરેક ખૂણે એવી ઘટનાઓ બની જે સમાચારોમાં રહી. વર્ષની શરૂઆતમાં ભારતના પાડોશી દેશ માલદીવમાં કટોકટી સાથે થઈ તો વર્ષના અંતમાં શ્રીલંકામાં થયેલા રાજકીય ડ્રામા સાથે હેપ્પી એન્ડિંગ થઈ. આ ઉપરાંત તુર્કીના સાઉદી કોન્શ્યુલેટમાં વોશિંગ્ટન પોસ્ટના જર્નલિસ્ટ જમાલ ખાશોગીની હત્યાએ પણ સાઉદી અરબને સંકટમાં મૂકી દીધું છે. એક નજર નાખીએ વર્ષ 2018ના મોટી અને મહત્વની ઘટનાઓ પર.

માલદીવમાં રાજકીય ચડાવ ઉતાર

માલદીવમાં રાજકીય ચડાવ ઉતાર

આ વર્ષની શરૂઆતમાં માલદીવમાં કટોકટી જાહેર થઈ તો આખી દુનિયા ચોંકી ઉઠી. ફેબ્રુઆરીમાં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને દેશમાં 15 દિવસ માટે કટોકટી જાહેર કરી દીધી. સુપ્રીમ કોર્ટે નવ રાજકીય બંદીઓને છોડવાનો આદેશ આપીને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને આ આદેશ માનવાથી ઈનકાર કરી દીધો. બાદમાં લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો. બાદમાં રાજકીય ઉથલપુથલ સર્જાઈ. વિશ્વભરમાં ટીકા થઈ અને અમેરિકા સહિતના દેશોએ માલદીવમાં લોકતંત્ર સ્થાપવા અપીલ કરી. 22 માર્ચ, 2018ના રોજ યામીને દેશમાં કટોકટી સમાપ્ત કરવાની જાહેરાત કરી. સપ્ટેમ્બરમાં માલદીવમાં ચૂંટણી થઈ અને યામીનના બદલે ઈબ્રાહિમ મોહમ્મદ સોહિલ દેશના રાષ્ટ્રપતિ બન્યા. સોલિહના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતનો શ્વાસ હેઠો બેઠો, કારણ કે યામીન ચીનના નજીકના ગણાતા હતા. તો સોલિહ ચીનના વિરોધી છે. સોલિહના રાષ્ટ્રપતિ બનવાને કારણે ભારત ખુશ હતો કારણ કે યામીનના કાર્યકાળમાં જે અંતર વધ્યું હતું તે સોલિહના કાર્યકાળમાં દૂર કરી શકાય છે.

શ્રીલંકામાં છેલ્લે હેપ્પી એન્ડિંગ

શ્રીલંકામાં છેલ્લે હેપ્પી એન્ડિંગ

26 ઓક્ટોબરના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પદ પરથી હટાવી દીધા. સિરીસેનાએ મહિંદ્રા રાજપક્ષેને દેશના વડાપ્રધાન બનાવ્યા. જેને પગલે રાજપક્ષેની ત્રણ વર્ષ બાદ સત્તા પર વાપસી થઈ. વિક્રમસિંઘેએ રાજપક્ષેને વડાપ્રધાન માનવાથી ઈનકાર કરી દીધો. આખરે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને સિરીસેનાએ કરેલી સંસદ ભંગના પગલાને ગેરકાયદે ગણાવ્યું. 51 દિવસ બાદ 16 ડિસેમ્બરે એક વખત ફરી રાનિલ વિક્રમસિંઘે દેશના વડાપ્રધાન બન્યા. કોલંબોમાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વિક્રમસિંઘને શપથ અપાવ્યા. સાથે જ શ્રીલંકામાં રાજકીય ડ્રામાનું હેપ્પી એન્ડિંગ થયું.

પાકિસ્તાનમાં ઈમરાનના બન્યા પીએમ

પાકિસ્તાનમાં ઈમરાનના બન્યા પીએમ

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં 25 જુલાઈએ ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (PTI)ને જબરજસ્ત જીત મળી સાથે જ ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા. 1996માં જ્યારે ઈમરાન ખાને પીટીઆઈની સ્થાપના કરી હતી અને 1997માં જ્યારે તેમને પહેલી જીત મળી ત્યારથી જ ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન નવા ઈચ્છતા હતા. ચૂંટણી પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના અધ્યક્ષ નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં જેલ થઈ. નવાઝ વિરુદ્ધનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો. હવે જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના રાજકારણમાં પરત ફર્યા ચે ત્યારે ઈમરાન ખાન દેશની સત્તા સંભાળી રહ્યા છે.

કિમ જોંગ ઉને રચ્યો ઈતિહાસ

કિમ જોંગ ઉને રચ્યો ઈતિહાસ

નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને પણ 2018નું વર્ષ યાદગાર બનાવી દીધું. 27 એપ્રિલે કિમ બોર્ડર પાર કરીને સાઉથ કોરિયા પહોંચ્યા. સાથે જ કિમ ઉત્તર કોરિયાના પહેલા એવા નેતા બન્યા જે છ દાયકા બાદ બોર્ડર પાર કરીને સાઉથ કોરિયા પહોંચ્યા હોય. કિમ જોંગે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે સાથે ચર્ચા કરી. બંને દેશ વચ્ચે પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા કરી. બંને વચ્ચે નોર્થ કોરિયાના પરમાણું હથિયારો પર ચર્ચા થઈ. આ યાત્રા દરમિયાન કિમ પાછા ફરતા સમયે મૂનને નોર્થ કોરિયાની સરહદમાં પણ લઈ ગયા અને બાદમાં બંને નેતાઓ પાછા સાઉથ કોરિયામાં આવી ગયા. ઉત્તર અને દક્ષિણ કોરિયા આ બંને દેશ 20મી સદીના સૌથી ભયાનક યુદ્ધના સાક્ષી રહી ચૂક્યા છે. આ જ યુદ્ધના કારણે કોરિયા બે ભાગમાં વહેંચાયું હતું.

પ્રિન્સ હેરી અને મેગનના શાહી લગ્ન

પ્રિન્સ હેરી અને મેગનના શાહી લગ્ન

લંડનમાં 15ની સદીના વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચર્ચમાં પ્રિન્સ હેરી અને કેનેડિયન એક્ટ્રેસ મેગન મર્કેલ 19મેના રોજ લગ્નના બંધનમાં બંધાયા. પ્રિન્સ હેરી અને મેગન લગભગ અઢી વર્ષથી રિલેશનશિપમાં હતા. બંનેએ ચાલુ વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા. આ લ્ગન સાથે જ બંનેને નવું રોયલ ટાઈલટ ડ્યુક એન્ડ ડચીઝ ઓફ સસેક્સનું ટાઈટલ અપાયું. ડ્યુક ઓફ સસેસ્કસનું ટાઈટલ હજી સુધી કોઈને નહોતું અપાયું. મનાઈ રહ્યું હતું કે પ્રિન્સ હેરી અને તેમની પત્નીને જ આ ટાઈટલ મળશે. બંનેના શાહી લગ્નમાં બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સહિત 600 મહેમાનોએ હાજરી આપી હતી. હાલ બંને એપ્રિલમાં આવનારા પોતાના બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે.

ઈરાન પર ફરી લાગ્યા પ્રતિબંધ

ઈરાન પર ફરી લાગ્યા પ્રતિબંધ

અમેરિકાએ ઓગસ્ટમાં ઈરાન પર ફરી એકવાર નવા અને આકરા પ્રતિબંધ લાગવી દીધા. આ સાથે જ ઈરાન પર ફરી એ પ્રતિબંધ લાગ્યા જે 2015માં ઓબામા સરકારે હટાવી લીધા હતા. ઓબામાના કાર્યકાળ દરમિયાન ઈરાન સાથે અમેરિકાએ પરમાણું સમજૂતી કરી હતી. આ સમજૂતીને ઐતિહાસિક સમજૂતી ગણાવાઈ છે. પરંતુ ચાલુ વર્ષે પહેલા મેમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ ડીલનો અંત કરી નાખ્યો અને ઓગસ્ટમાં ઈરાન પર ફરી જૂના પ્રતિબંધ લગાવી દીધા. જ્યારે ટ્રમ્પે પરમાણુ ડીલ રદ કરી ત્યારથી ઈરાનની કરન્સી રિયાલની કિંમતો ગગડીને અડધી થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે જ તેમણે પરમાણું ડીલ રદ કરવાનો વાયદો કર્યો હતો. અને ટ્રમ્પે પોતાનો વાયદો પૂરો કર્યો.

જેરુસલેમમાં ખુલ્યું અમેરિકન દૂતાવાસ

જેરુસલેમમાં ખુલ્યું અમેરિકન દૂતાવાસ

14 મેના રોજ ઈઝરાયલના જેરુસલેમમાં અમેરિકાનું દૂતાવાસ શરૂ થયું. આ દૂતાવાસ શરૂ થતા જ અમેરિકાએ સાત દાયકાથી ચાલી રહેલી પરંપરા તોડીને જેરુસલેમને ઈઝારયલની રાજધાની તરીકે માન્યતા આપી દીધી. આ ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન અમેરિકાના ટોચના અધિકારીઓ સહિત ટ્રમ્પની પુત્રી અને ટ્રમ્પ સરકારમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતી ઈવાન્કા ટ્રમ્પ પણ સામેલ થઈ. ઈવાન્કાના પતિ જરાર્ડ કશ્નર યહૂદી છે અને તેમનો પરિવાર ઈઝરાયલનો જ વતની છે.

ખાશોગી મર્ડરે મચાવ્યો ખળભળાટ

ખાશોગી મર્ડરે મચાવ્યો ખળભળાટ

બે ઓક્ટોબરના ટર્કીના ઈસ્તંબુલના સાઉદી અરબના કોન્સ્યુલેટમાં એક એવી ઘટના બની જેણે દુનિયાને ચોંકાવી દીધી. અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના જર્નલિસ્ટ જમાલ ખાશોગી પોતાની ફિયાન્સ હૈતિસ ચેંગિઝના લગ્ન કરીને જરૂરી કાગળ લેવા પહોંચ્યા હતા. કહેવાય છે કે ચેગિઝે 11 કલાક આ જ જગ્યાએ ખાશોગીની રાહ જોઈ પરંતુ ખાશોગી બહાર જ ન આવ્યા. દિવસો સુધી ખાશોગીની શોધખોળ થઈ, અને કેટલાક લોકોએ તેમની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી. 15 ઓક્ટોબર ના રોજ સાઉદી અરબે પણ ખાશોગીની હત્યાની વાત માની. હવે તેમની હત્યાનો આરોપ સાઉદીના રાજકુમાર મોહમ્મદ બિન સલમાન પર લાગ્યા છે,. જો કે ટ્રમ્પ આ વાત માનવાથી ઈનકાર કરી ચૂક્યા છે.

year end 2018: કેરળ પૂરથી લઈ દિલ્લી પ્રદૂષણ સુધી, આ કુદરતી આફતોમાં ઘેરાયેલો રહ્યો દેશ

English summary
from pakistan to china, here are the top international events of 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more