• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

''ટૂલબોક્સમાં પુરી બનાવી ગુલામ, રોજ માણતાં હતા સેક્સ''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
કેલિફોર્નિયા, 1 ઓગષ્ટ: હેવાનિયતની તમામ હદો વટાવી ચૂકેલા બે વ્યક્તિઓ એક છોકરીને જે ટૂલબોક્સમાં બંધક બનાવી રાખી હતી જેમાં આપણે ઓજાર રાખીએ છીએ. આ બે વ્યક્તિઓને જ્યારે ઇચ્છા થતી ત્યારે તેને બહાર કાઢી તેની સાથે હવસ સંતોષતા અને પછી ફરીથી તેને તે બોક્સમાં બંધ કરી દેતા હતા.

હફપોસ્ટના સમાચાર અનુસાર કેલિફોર્નિયામાં બે વ્યક્તિઓએ એક 15 વર્ષની છોકરીને સેક્સની ગુલામ બનાવી હતી. સીબીએસ ન્યુઝના જણાવ્યા અનુસાર રયાન બલેટો અને પૈટ્રિક પિયરમૈન પર ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એક રેડ દરમિયાન આ કિસ્સાની જાણ થઇ. અધિકારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે વિચારીએ તો ભાંગની ખેતી, દવાઓ માટે કરવામાં આવે છે પરંતુ તેને દગાબાજીના ઉપયોગમાં લેવામાં આવે છે અને છોકરીઓને હવસનો શિકાર બનાવવામાં આવે છે.

અધિકારીઓને શંકા છે કે આ 15 વર્ષની છોકરી ઉપરાંત કેટલીક છોકરીઓ આ પ્રકારની પરિસ્થિતિઓનો શિકાર બની શકે છે. આ બંને વ્યક્તિઓને આ છોકરીને 4/2 ફૂટના બોક્સમાં બંધ કરી રાખી હતી. પોલીસને શંકા હતી કે આ છોકરી લૉસ એંજીલસથી ભાગી હતી. ત્રણ દિવસની કેદ દરમિયાન બંને વ્યક્તિઓ છોકરીને પોતાના કામમાં પણ મદદ લેતા હતા અને તેની સાથે બળાત્કાર ગુજારતા હતા.

English summary
A missing teenager was held captive on a marijuana farm in California where police allege she was locked up in a metal toolbox for days on end and used as a sex slave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X