• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેમિકાઓ ખોલી ઐયાશ નેતાઓના કૌભાંડની પોલ

|

પેઇચિંગ, ચીનના નેતાઓ પર હાલના સમયે ઐયાશી ભારે પડી રહી છે. સરકારી પૈસાને પોતાની મોજ મસ્તી માટે લૂટાવનારા ચીની નેતાઓથી નારાજ પ્રેમિકાઓ સોશિયલ પ્લેટફોર્મ પર તેમના દ્વારા કરવામાં આવેલા કૌભાંડોની પોલ ખોલી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં અનેક વરિષ્ઠ કોમ્યુનિસ્ટ નેતાઓ બેનકાબ થયા છે. તેમની પ્રેમિકાઓએ સોશિયલ મીડિયા પર તેમના નેતાઓના ખર્ચીલા મિજાજ અને રંગરલીઓના ફોટાઓ અપલોડ કર્યા છે. જેના કારણે તેમને ઘણી શરમ અનુભવી પડી રહી છે. કેટલાકે તો તેમની આખી લાઇફસ્ટાઇલ સોશિયલ સાઇટ પર જાણવી દીધી છે.

આવો જ એક મામલો જી યિંગનાનનો છે. તેમણે તેમના પૂર્વ પ્રેમીને લાખો માઇક્રોબ્લોગ યુઝર્સની સામે ક્ષોભજનક સ્થિતિમાં મુકી દીધા છે. 26 વર્ષની આ યુવતીના પ્રેમીની ઓળખ ફાન યુના રૂપમાં થઇ છે, જે સરકારી લેખાગારના ઉપ નિદેશક છે. યિંગનાને પોતાના પ્રેમી સાથેની પોતાની તસવીરો અને વીડિયોને ઇન્ટરનેટ પર જારી કરી દીધા. તસવીરોમાં ફાન યુને સ્વિમિંગ પૂલમાં યુવતી સાથે મસ્તી કરતો દર્શાવવામાં આવ્યો છે. કેટલીક તસવીરો ખરીદી કરતી વેળાની છે. યિંગનાને એકાઉન્ટમાં લખ્યું છે કે તેણે તેના પ્રેમીની પોલ એટલા માટ ખોલી કે તેને ખબર પડી ગઇ હતી કે તેનો પ્રેમી પરણેલો છે અને તેને એક પુત્ર પણ છે. યિંગનાનને એક ચીની સમાચારપત્રને જણાવ્યું કે મને નહોતી ખબર કે તે આટલું મોટું ખોટુ બોલ્યો છે. તેં હંમેશા મને લગ્ન કરવાના વચનો આપતો હતો, પરંતુ લોકોને સૌથી મોટો ઝાટકો એ વાતનો લાગ્યો છે, જે તેના પૈસા સાથે જોડાયેલો છે.

યિંગનાન અનુસાર તેનો પ્રેમી તેને રોજ 60 હજારથી વધુ પોકેટમનીના રૂપમાં આપતો હતો. તેણે યિંગનાનને એક લક્ઝરી કાર પણ આપી હતી અને એક એપાર્ટમેન્ટ આપવાનું વચન પણ આપ્યું હતું. યિંગનાન અનુસાર તેણે શરૂઆતમાં સરકારી અધિકારીઓને ફોન પર ફરિયાદ કરી હતી કે, ફાન યુ કદાચ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, પરંતુ તેમને ત્યાંથી કોઇ જવાબ મળ્યો નહીં, ત્યાર બાદ તેણે બધા આરોપોને ઇન્ટરનેટ પર સાર્વજનિક કરી દીધા. ત્યારબાદ ફાન યુને તેના પદ પરથી હટાવી લેવામાં આવ્યો છે અને તેના પરના ભ્રષ્ટાચારના ઓરોપોની તપાસ થઇ રહી છે.

English summary
Girlfriends are exposing corrupt leaders on social sites in china
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more