For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્કેટમાં આવ્યું નવું ડ્રગ્સ, સંકજામાં ફસાઇ રહ્યું છે વિશ્વ

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરમાં એક નવા પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ વધી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર 'લીગલ હાઇ' નામક આ ડ્રગને અનેક દેશોની સરકારોને ચિંતામાં નાખી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલય ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ(યુએનઓડીસી) અનુસાર હેરોઇન અને કોકેઇન જેવી પરંપરાગત ડ્રગ્સનું વેંચાણ સ્થિર છે, પરંતુ 'લીગલ હાઇ'ની માંગ સતત વધી રહી છે. યુએનઓડીસીના વર્લ્ડ ડ્રગ રિપોર્ટ અનુસાર લીગલ હાઇ ઇન્ટરનેટ થકી વિશ્વભરના બજારોમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે.

લીગલ હાઇ ડ્રગ્સ આખરે છે શું? જો તમે આ નામ સાંભળ્યું ના હોય તો અમે તમને જણાવી દઇએ કે ન્યૂ સાઇકોએક્ટિવ સબ્સટાંસ(એનપીએસ) નામથી પણ ઓળખાય છે. યુએનઓડીસી અનુસાર એનપીએસના વધતા ઉપયોગથી વિશ્વભરમાં સ્વાસ્થ્ય પડકાર વધી રહ્યાં છે. રિપોર્ટમાં આ ડ્રગ્સ અંગે ચિંતા વ્યક્ત કરતા નોંધવામાં આવ્યું છે કે, આ ડ્રગ્સ જાહેરમાં વેંચવામાં આવી રહ્યું છે, ઇન્ટરનેટ પર તેનું વેંચાણ થઇ રહ્યું છે, તેથી પરંપરાગત ડ્રગની સરખામણીએ આ વધારે ખતરનાક છે.

પહેલા અશિયા અને હવે આખા વિશ્વમાં

પહેલા અશિયા અને હવે આખા વિશ્વમાં

આ અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું છે કે, આ ડ્રગ અનેક બજારોમાં અલગ-અલગ સ્થાનિક નામથી વેંચાય છે. આ નવા ડ્રગ્સને લઇને કોઇ કાયદો નથી. તેવામાં ડ્રગ વેપારીઓ પણ તેને બજારમાં વેંચવામાં વધારે ઉત્સાહ દર્શાવી રહ્યાં છે. આ ડ્રગ્સનો પહેલો ઉપયોગ એશિયન દેશોમાં થયો હતો, પરંતુ હવે તે વિશ્વભરમાં વેંચાઇ રહ્યું છે.

આ દેશોમાં થાય છે સૌથી વધુ ઉપયોગ

આ દેશોમાં થાય છે સૌથી વધુ ઉપયોગ

તેનો સૌથી મોટું બજાર અમેરિકામાં છે. અહેવાલ અનુસાર યુરોપીય સંઘની સરખામણીએ અમેરિકન યુવાનો આ ડ્રગ્સનો લગભગ બે ગણો ઉપયોગ કરી રહ્યાં છે. યુરોપીય સંઘના દેશોમાં બ્રિટનમાં આ ડ્રગનો ઉપયોગ સૌથી વધુ થઇ રહ્યો છે. યુએનઓડીસી અનુસાર 15થી 24 વર્ષની ઉમરવાળા અંદાજે સાત લાખ બ્રિટિશર્સ આ ડ્રગનો ઉપયોગ કરી ચૂક્યા છે.

73 નવા કેસ

73 નવા કેસ

યુરોપીય મોનિટરિંગ સેન્ટર ફોર ડ્રગ્સ એન્ડ ડ્રગ એડિક્શનના અહેવાલ અનુસાર આ વર્ષે ડ્રગ્સનો ઉપયોગ થયો હોવાના 73 નવા મામલા પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 2011માં 49 મામલા નોંધાયા હતા.

English summary
The United Nations Office on Drugs and Crime (UNODC) says new synthetic substances are being constantly spread via the internet, the office's latest World Drug Report says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X