બકરીથી માંડીને પપૈયા સુધી બધુ કોરોના પૉઝિટીવ, જાણો કઈ જગ્યાએ
આફ્રિકી દેશ તાંઝાનિયામાં હવે બકરીથી લઈને ફળો સુધી બધુ કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યુ છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ જૉન માગુફલીએ કોરોના વાયરસ ટેસ્ટ કિટ અંગે સવાલ ઉઠાવ્યા છે. આ ટેસ્ટ કિટને તાંઝાનિયાએ પાછી આપી દીધી છે કારણકે કહેવામાં આવી રહ્યુ છે કે આ કિટમાં ખોટ છે. તાંઝિનિયામાં એક બકરી અને પપૈયામાં કોરોના વાયરસ મળ્યો છે અને હવે આ દેશમાં હોબાળો મચી ગયો છે.
પહેલા રાષ્ટ્રપતિએ કહ્યુ પ્રાર્થના કરો
રાષ્ટ્રપતિ માગુફલીની સરકારને પહેલેથી જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી તેમની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકારે કોરોના વાયરસની મહામારીને છૂપાવી છે. સરકાર તરફથી પહેલા તાંઝાનિયાની જનતાને કહેવામાં આવ્યુ હતુ કે તે પ્રાર્થના કરે જેથી વાયરસ દેશથી દૂર રહે. માગુફલીની સરકારે કહ્યુ છે કે ટેસ્ટ કિટ્સમાં ઘણી ટેકનિકલ ખામીઓ છે. તાંઝાનિયામાં આ ટેસ્ટ કિટ્સ બહારથી આવી છે જો કે રાષ્ટ્રપતિએ આ અંગેની માહિતી આપવાનો ઈનકાર કરી દીધો કે કયા દેશે આ ટેસ્ટ કિટ્સને તાંઝિનિયાને આપી છે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે તેમણે સુરક્ષાબળોને આદેશ આપ્યો છે કે તે કિટ્સની ક્વૉલિટીને ચેક કરે. સુરક્ષાબળોએ ઘણા માનવવિહીન સેમ્પલ્સ ભેગા કર્યા હતા જેમાં પપૈયુ, એક બકરી અને એક ઘેટુ શામેલ હતી. જો કે માનવનુ નામ અને ઉંમર આપવામાં આવી હતી. આ સેમ્પલ્સને તાંઝાનિયાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા જેથી આમાં કોવિડ-19નો ટેસ્ટ કરી શકાય. પરિણામ આવ્યા બાદ રાષ્ટ્રપતિએ કહ્યુ કે આનો અર્થ એ થયો કે લોકો કોરના વાયરસથી સંક્રમિત પણ નહોતા થયા પરંતુ તેમના પરિણામ પૉઝિટીવ આવી ગયા. તેમણે કહ્યુ, આપણે સમજવુ પડશે કે દરેક મદદ સારા માટે નથી હોતી.
મેડાગાસ્કરથી આવશે ઈલાજ
તાંઝાનિયામાં રવિવારે 480 કેસ સામે આવ્યા અને 17 લોકોના મોત થઈ ગયા. રાષ્ટ્રપતિ માગુફલીએ કહ્યુ કે તે મેડાગાસ્કર એક પ્લેન મોકલશે જેથી ત્યાં ઈલાજ લાવી શકાય જેનો ઉલ્લેખ ત્યાંના રાષ્ટ્રપતિએ કર્યો હતો. મેડાગાસ્કરના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે એક હર્બલ મિક્સ જેને આંતરરાષ્ટ્રીય માન્યતા નથી મળી તેનાથી કોરોના ઠીક થઈ શકે છે. માગુફલીએ કહ્યુ કે તે મેડાગાસ્કર સાથે વાત કરી રહ્યા છે. તેમની પાસે આનો ઈલાજ છે. માગુફલીના જણાવ્યા મુજબ કે એક ફ્લાઈટમાં મોકલશે જેથી તાંઝિનિયાના લોકોને પણ મદદ મળી શકે. આખા આફ્રિકી ક્ષેત્રમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને અહીં ઓછી ટેસ્ટીંગ માટે પણ સવાલ ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે એક મિલિયનની વસ્તીમાં બસ 500 લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર, મોતનો આંકડો અઢી લાખ નજીક