
God Particle: ફરીથી શરુ થશે બ્રહ્માંડની ઉત્પત્તિની શોધ, ગૉડ પાર્ટિકલ ચાર વર્ષમાં શોધી લેશે મશીન
નવી દિલ્લીઃ બિગ બેંગ બાદ થયેલા વિસ્ફોટથી બનેલા બ્રહ્માંડની ઉત્પત્તિની શોધ ફરીથી શરુ થવાની છે. ચાર વર્ષ બાદ લાર્જ હેડ્રૉન કોલાઈડર(Large Hadron Collider-LHC)યુરોપિયન કાઉન્સિલ ફૉર ન્યૂક્લિયર રિસર્ચે ઘોષણા કરી છે કે મશીનને ફરીથી ચાલુ કરવામાં આવશે. હિગ્સ બોસોન(Higgs Bosan)ને ગૉડ પાર્ટિકલના નામથી ઓળખવામાં આવે છે. મશીનને ફરીથી ચાલુ કરવાથી 13.6 અબજ ઈલેક્ટ્રૉન વૉલ્ટ ઉત્પન્ન થશે.

હિગ્સ બોસૉન સિદ્ધાંતની શોધ 10 વર્ષ પહેલા થઈ હતી
હિગ્સ બોસૉનની શોધ દસ વર્ષ પહેલા એડવિન હબલે 2012માં કરી હતી. આ મશીનમાં પ્રોટૉન પર વિપરીત દિશામાં બે ઉર્જા પુંજ ફેંકવામાં આવે છે. આનાથી ગૉડ પાર્ટિકલ ઉત્પન્ન થાય છે. આ મશીનને બનાવવામાં 31,000 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બિગ બેંગના સિદ્ધાંત મુજબ બ્રહ્માંડનુ નિર્માણ લગભગ 15 અબજ વર્ષ પહેલા થયુ હતુ જેમાં અમુક ભૌતિક કણ હજુ પણ બની રહ્યા છે. તેની મદદથી પૃથ્વી પર જીવનનુ નિર્માણ થયુ. આ મશીનના પ્રયોગમાં ઘણા ભારતીય વૈજ્ઞાનિકો પણ શામેલ છે.

ચાર વર્ષથી અટક્યુ હતુ કામ
છેલ્લા અમુક દિવસોમાં લાર્જ હેડ્રૉન કોલાઈડરનુ સમારકામ અને જાળવણીનુ કામ શરુ થઈ ગયુ છે. કોરોના ફેલાવાના કારણે કામ પણ ઠપ્પ થઈ ગયુ હતુ. યુક્રેન સાથે રશિયાના યુદ્ધના કારણે પણ આ કામ પર અસર પડી. યુરોપિયન કાઉન્સિલ ફૉર ન્યૂક્લિયર રિસર્ચે ઘોષણા કરી કે તે રશિયા સાથે ભવિષ્યની બધી સમજૂતીને રદ કરી રહ્યુ છે. રશિયામાં વૈજ્ઞાનિકો સંસ્થાઓ સાથે બધી સમજૂતીઓને રદ કરવાની પણ ઘોષણા કરી છે.

પરમાણુ અનુસંધાન માટે યુરોપીય પરિષદ
યુરોપિયન કાઉન્સિલ ફૉર ન્યૂક્લિયર રિસર્ચની સ્થાપના 1954માં યુરોપ, અમેરિકા અને રશિયાના વૈજ્ઞાનિકોએ કરી હતી. શીત યુદ્ધ દરમિયાન પણ સંગઠન દ્વારા ઉલ્લેખનીય કાર્ય કરવામાં આવ્યુ હતુ. 1962ના ક્યૂબા મિસાઈલ યુદ્ધ અને 1979માં અફઘાનિસ્તાન પર રશિયાના આક્રમણ જેવા ઘણા ઉતાર-ચડાવ છતાં, સંગઠનનુ સંચાલન ચાલુ છે. અત્યાર સુધી આ સંગઠન પર કોઈ રાજકીય દબાણ નહોતુ. જો કે, આ વખતે રશિયાને લઈને નિર્ણય લેવામાં આવ્યો.

લાર્જ હેડ્રૉન કોલાઈડર
લાર્જ હેડ્રૉન કોલાઈડરનુ સંચાલન ધ યુરોપિયન કાઉન્સિલ ફૉર ન્યૂક્લિયર રિસર્ચ દ્વારા કરવામાં આવે છે. સંસ્થાને 2012માં હિગ્સ બોસોનની શોધ કરવાની હતી. પ્રયોગમાં દુનિયાભરના 23 દેશ શામેલ છે. સાત સહયોગી સભ્ય છે. આમાં યુક્રેન પણ શામેલ છે. રશિયાની ભાગીદારી એટલી જ ચોક્કસ છે જેટલી સંયુક્ત રાજ્ય અમેરિકાની.