• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Good News: કોરોના મહામારીથી બહાર આવી રહ્યુ છે સ્પેન, નવા કેસોમાં ઘટાડો!

|

કોરોના વાયરસ મહામારીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલ સ્પેન માટે છેલ્લા બે દિવસ ઘણા રાહતભર્યા રહ્યા છે જ્યારે ત્યાં કોરોના સંક્રમિતના નવા કેસોના વૃદ્ધિદદરમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. મહામારીથી અત્યાર સુધી 11000 નાગરિકોને ગુમાવી ચૂકેલ સ્પેનમાં વર્તમાનમાં અમેરિકા બાદ સર્વાધિક 118000 સંક્રમિત દર્દીની પુષ્ટિ થઈ છે. આવા સમયમાં છેલ્લા બે દિવસમાં સ્પેનમાં નવા સંક્રમિત દર્દીઓમાં ઘટાડો આશાજનક સંકેત છે. સ્પેનિશ આરોગ્ય મંત્રાલયની ઘોષણા મુજબ શુક્રવારે સ્પેનમાં કુલ 7,472 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 110,238 થી 117,710 થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે મહામારીનુ સંકટ શરૂ થયા બાદ નવા કેસોમાં 6.8 ટકાની વૃદ્ધિ સૌથી નાની વૃદ્ધિ છે. જે કાલના રેકૉર્ડ 7.9 ટકાના બીજા નીચલા સ્તરે છે.

નવા કેસોમાં ઘટાડાને ઉત્સાહજનક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો

નવા કેસોમાં ઘટાડાને ઉત્સાહજનક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો

ઉલ્લેખનીય છે કે સ્પેનમાં આ દરમિયાન વધુ 932 સંક્રમિત લોકોના મોત થઈ ગયા છે જે કાલના આંકડા 950થી થોડા ઓછા છે. વર્તમાન સમયમાં સ્પેનની કોરોના સંક્રમિત દર્દીઓના મોતની સંખ્યા 10,003થી વધીને 10,935 થઈ ગઈ છે. સ્પેનમાં છેલ્લા બે દિવસમાં નવા કેસોમાં ઘટાડાને ઉત્સાહજનક સંકેત તરીકે જોવામાં આવી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે સ્પેનમાં આ સુધારો લૉકડાઉન ઉપાયને અમલમાં લાવવાથી હોઈ શકે છે. નવા આંકડા મુજબ 2000થી વધુ સંક્રમિત દર્દી મેડ્રીડમાં જોવા મળ્યા હતા અને 1650 કેસ કેટાલોનિયામાં જોવા મળ્યા હતા. જ્યારે સ્પેનમાં બેલેરિક દ્વીપ સમૂહ અને કેનરી દ્વીપ સમૂહે છેલ્લા 24 કલાકમાં લગભગ 50 નવા કેસોની પુષ્ટિ કરી છે.

સરેરાશ ઘટીને આશાજનક 6.8 ટકા પર પહોંચી ગયો

સરેરાશ ઘટીને આશાજનક 6.8 ટકા પર પહોંચી ગયો

સ્પેનનુ કહેવુ છે કે અત્યાર સુધી સ્પેનમાં કોવિડ-19થી 30,513 લોકો રિકવર થયા છે જ્યારે 10,935 લોકોના મોત થયા છે જેનાથી કોરોના સંક્રમણથી મોતના કેસોમાં સ્પેન દુનિયામાં બીજા નંબરે છે. ડેથ ટોલના મામલે સ્પેન હજુ પણ માત્ર ઈટલીની પાછળ છે. સ્પેનમાં પહેલુ મોત 3 માર્ચે રિપોર્ટ થયુ હતુ ત્યારબાદ ત્યાં જોતજોતામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં જાણે કે પૂર આવી ગયુ. ઉલ્લેખનીય છે કે ગઈ 26 માર્ચ સુધી સ્પેનમાં કોરોના સંક્રમિત કેસોમાં 18 ટકાનો વધારો થયો હતો પરંતુ આ આંકડો છેલ્લા છ દિવસોમાં માત્ર એક વાર 10 ટકાથી ઉપર રહ્યો છે. ગુરુવારે આ સરેરાશ 7.9 ટકાના નવા નીચલા સ્તરે પહોંચી ગયો હતો અને શુક્રવારે એટલે કે આજે તે સરેરાશ ઘટીને આશાજનક 6.8 ટકા પર પહોંચી ગયો છે.

આરોગ્યમંત્રીએ આશાની ઝલક ગણાવી

આરોગ્યમંત્રીએ આશાની ઝલક ગણાવી

આરોગ્ય મંત્રી સલ્વાડોર ઈલ્લાએ છેલ્લા બે દિવસોમાં સ્પેનમાં કોરોના સંક્રમિત નવા કેસોમાં ઘટાડા પર સંસદમાં આપેલા એક નિવેદનમાં સુધારાને સુરંગના અંતે રોશની ગણાવી છે. નવા કેસમાં ઘટાડાને આશાની ઝલક ગણાવીને આરોગ્યમંત્રીએ કહ્યુ કે વક્ર સ્થિર થઈ ગયુ છે અને શિખર પર પહોંચ્યા બાદ હવે વક્રમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે સ્પેન ગઈ 14 માર્ચથી લૉકડાઉનમાં છે અને ત્યાં પ્રતિબંધો કડક કરી દેવામાં આવ્યા હતા અને બિનજરૂરી શ્રમિકોને 30 માર્ચથી ઘરે રહેવા માટે કહી દેવામાં આવ્યુ હતુ. લૉકડાઉન બાદ સ્પેનમાં લગભગ 9 લાખ લકોકોની નોકરીઓ જતી રહી છે જેમાં અસ્થાયી છટણીથી કમસે કમ 6 લાખ 20 હજાર અન્ય નોકરીઓ પણ પ્રભાવિત થઈ છે.

80,000 કર્મચારીઓ કોરોના વાયરસથી બિમાર

80,000 કર્મચારીઓ કોરોના વાયરસથી બિમાર

સ્પેનમાં લગભગ 80,000 કર્મચારીઓ કોરોના વાયરસથી બિમાર છે જ્યારે 170,000થી વધુ સિક લીવ પર છે જે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ આઈસોલેટ થઈ ગયા છે. મેડ્રીડ ક્ષેત્રમાં સરકારના પ્રમેખે સ્પેનિશ રેડિયોને જણાવ્યુ કે માર્ચમાં નર્સિંગ હોમમાં લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા જે સામાન્યથી ત્રણ ગણા વધુ હતા. સ્થાનિક સરકારનુ કહેવુ છે કે એ સુનિશ્ચિત નથી કરી શકાતુ કે પરીક્ષણ ઉપકરણોની કમીના કારણે કેટલા લોકો કોરોના વાયરસના શિકાર થયા. EFE સમાચાર એજન્સી અનુસાર મેડ્રિડના બહારના વિસ્તારમાં લેગેંસના એક નર્સિંગ હોમમાં મહામારીની શરૂઆત બાદથી 50 નિવાસીઓના મોત થયા કારણકે નર્સિંગ હોમની બહાર તેમને લઈ જતા અને વેનમાં નાખતા તેમને જોવામાં આવ્યા હતા અને બાદમાં એમ્બ્યુલન્સમાં વિવિધ અસંક્રમિત નિવાસીઓને બીજા ઘરોમાં લઈ જવામાં આવ્યા હતા.

ફાર્માસીસ્ટોને અસ્થાયી બંદી માટે મજબૂર કરાયા

ફાર્માસીસ્ટોને અસ્થાયી બંદી માટે મજબૂર કરાયા

મેડ્રિડના એક વરિષ્ઠ ફાર્માસિસ્ટે જણાવ્યુ કે કોરોના વાયરસથી કમસે કમ પાંચ ફાર્માસિસ્ટોના મોત બાદ સરકારને સુરક્ષાત્મક કપડાની આપૂર્તિ માટે કહેવામાં આવ્યુ. એક ખાનગી ટેલીવિઝન સાથે ઈન્ટરવ્યુમાં લુઈસ ગોંઝાલેસે જણાવ્યુ કે આ વિસ્તારમાં હજુ લગભગ 270 ફાર્માસિસ્ટો આઈસોલેશનમાં છે કારણકે તેમનામાં બિમારીના લક્ષણ છે. ડઝનેક ફાર્માસીસ્ટોને અસ્થાયી બંદી માટે મજબૂર કરવામાં આવ્યા. કેટેલોનિયામાં તૈનાત અધિકારીઓએ સેનાને કોરોના વાયરસથી નિપટવામાં મદદ માટે ચિકિત્સા દળ મોકલવાનો આગ્રહ કર્યો છે. વરિષ્ઠ આરોગ્ય અધિકારી અલ્બા વેગ્ર્સે કહ્યુ કે વિસ્તારની દેખરેખની ક્ષમતા ખતમ થઈ ચૂકી છે. આ જ કારણ છે કે ઘણા અન્ય દેશોની જેમ સ્પેનમાં પણ લોકોને ટ્રેક કરવા અને લૉકડાઉનને પ્રબંધિત કરવા માટે મોબાઈલ ફોન ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ દેશભરમાં કોરોના વાયરસના કેસો વધીને થયા 2902, અત્યાર સુધી 68ના મોત

English summary
Good News: spian is now recovering from the corona epidemic, decline in infetctions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X