વીડિયો દ્વારા ગૂગલના સીઇઓ પીચાઇએ મોદીના કર્યા વખાણ
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બીજી અમેરિકી યાત્રા હેઠળ ન્યૂયોર્ક ખાતે છે. જ્યાં તે અનેક જાણીતી કંપનીના સીઇઓને મળશે. અને આ જ લિસ્ટમાં એક નામ છે ગૂગલના સીઇઓ એવા ભારતીય મૂળના સુંદર પિચાઇ. પીએમ મોદી અને પિચાઇની મિટીંગને હજી થોડી સમય છે પણ તેમની આ મિટીંગ પહેલા અમેરિકાની સિલિકોન વેલીમાં મોદીનું સ્વાગત કરવા માટે પિચાઇએ યૂટ્યૂબનો સહોરો લીધો છે અને તેમને આવકાર્યા છે. સાથે ભારત અને તેની યુવાશક્તિના ભરપૂર વખાણ કર્યા છે.
ગૂગલના સીઇઓ પિચાઇના મત મુજબ ભારત લાંબા સમયથી ટેક્નોલોજી કંપનીઓ માટે ટેલેન્ટની ખાણ બની રહ્યું છે. પિચાઇ તો ત્યાં સુધી કહ્યું કે ભારત બદલાઇ રહ્યું છે. જે એક સારી વાત છે. અને તેનાથી દેશની 1.2 અરબ જનતાને જરૂરથી ફાયદો થશે.
પિચાઇ સિલિકોન વેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની બેઠકને લઇને પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. તેમણે કહ્યું છે કે ગૂગલના તમામ કર્મચારીઓ અને સિલિકોન વેલીમાં કામ કરતા ભારતીય સમુદાયના લોકો તેની આ યાત્રાથી ખૂબ જ ઉત્સાહિત છે.
વળી તેમણે તેમના યૂટ્યૂબ વીડિયોમાં કહ્યું છે કે મોદીની આ સિલિકોન વેલીની યાત્રા ભારત સાથેના તેના સંબંધોને મજબૂત કરી દેશે. પિચાઇ મુજબ ભારતના આઇઆઇટી અને બીજી ઇન્સ્ટીટ્યૂટમાં ભણતા ભારતીયોએ દુનિયામાં ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જેનાથી બહુ બધા લોકો પહેલી ઓનલાઇન થયા છે, મોબાઇલ ક્ષેત્રે થયેલી ઉન્નતિથી ગ્રામીણ ક્ષેત્રને પણ ખૂબ જ ફાયદો થયો છે.
મહિલાઓને પણ નવા કળા-કૌશલ શીખવા મળ્યા છે જેનાથી તે તેમનું કેરિયર બનાવી શકી છે. વધુમાં તેમણે કહ્યું છે કે મોદીની સિલિકોન વેલીની યાત્રાથી અહીં કામ કરતા ભારતીય મૂળના લોકો અને ભારતવાસીઓ બન્નેનો ઉત્સાહ વધશે. ત્યારે પીચાઇનો આ વીડિયો જુઓ અહીં.