ગૂગલ ચીફ સુંદર પિચાઈનુ પ્રમોશન, બન્યા પેરેન્ટ કંપની આલ્ફાબેટના પણ CEO
ભારત માટે એક વાર ફરીથી ગર્વ અનુભવવાનો મોકો છે કારણકે દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપની ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈને હવે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બનાવવામાં આવ્યા છે. ગૂગલના સહ સંસ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિને આ અંગેની ઘોષણા કરી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આની જવાબદારી ગૂગલના સહ સંસ્થાપક સર્ગેઈ બ્રિન સંભાળી રહ્યા હતા.
આ વિશે એલાન કરતા બ્રિને કહ્યુ કે હવે તેમને એવુ લાગી રહ્યુ છે કે હવે તેમણે પોતાની ફેમિલીને સમય આપવો જોઈએ એટલા માટે તે પોતાની જવાબદારી સુંદરને સોંપે છે. જો કે બ્રિન બંને કંપનીના બોર્ડમાં રહેશે. ઉલ્લેખનીય છે કે 21 વર્ષ પહેલા એટલે કે 1998માં ગૂગલ કંપની બની હતી ત્યારબાદ 2015માં કંપનીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા અને આલ્ફાબેટને આની મૂળ કંપની રૂપે બનાવવામાં આવી, ગૂગલ આજે દુનિયાની મોટી કંપનીઓમાં શામેલ છે.
Google chief Sundar Pichai named CEO of parent company Alphabet
— ANI Digital (@ani_digital) 3 December 2019
Read @ANI Story | https://t.co/YwIGGJ3FA7 pic.twitter.com/gN1us9OjLB
જ્યારે આલ્ફાબેટ વિવિધ કંપનીઓનો એક સમૂહ છે જેમાં સમય સાથે ઘણા ફેરફાર થતા રહ્યા, હાલમાં પિચાઈ હવે ગૂગલ અને આલ્ફાબેટ બંનેના સીઈઓ બની ગયા છે. પિચાઈ આ સાથે જ આલ્ફાબેટના બોર્ડ ઑફ ડાયરેક્ટર પણ બની રહેશે.
આ પણ વાંચોઃ વિજય માલ્યા સહિત 51 લોકો દેશને 17900 કરોડનો ચૂનો લગાવીને ભાગ્યા