For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: મોદી સરકારે, વિકાસ ખન્ના પાસેથી કેમ ત્રિરંગો પાછો લીધો

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક: શેફ વિકાસ ખન્નાને ન્યૂયોર્કમાં પીએમ નરેન્દ્ર મોદીના ઓટોગ્રાફ વાળો જે ત્રિરંગો આપવામાં આવ્યો હતો, તે ત્રિરંગો સરકારે પાછો લઇ લીધો છે. સોશિયલ મિડીયા પર કડક આલોચના અને વિવાદ બાદ સરકારે આ નિર્ણય કર્યો છે.

સમાચાર મુજબ વિદેશ મંત્રાલય તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કે શેફ વિકાસ ખન્નાને ઓટોગ્રાફ વાળો જે ત્રિરંગો ગીફ્ટ કરવામાં આવ્યો છે તે પાછો લઇ લેવામાં આવે. વિદેશ મંત્રાલયને આ અંગે જેવી જાણકારી મળી કે સોશ્યિલ મિડીયા પર ત્રિરંગાને લઇને પીએમ નરેન્દ્ર મોદી અને સરકારની ભારોભાર આલોચના થઇ રહી છે, આ નિર્ણય લેવામાં આવ્યો.

Narendra Modi

ત્રિરંગા પર કંઇ પણ લખવુ ત્રિરંગાનું અપમાન માનવામાં આવે છે. અને તે ગેરકાયદે છે. શુક્રવારે સવારે એવી ખબરો આવી હતી કે પીએમ મોદીએ શેફ વિકાસ ખન્નાને ઓટોગ્રાફ કરેલો ત્રિરંગો આપ્યો છે, જે ત્રિરંગો વિકાસ ખન્ના રાષ્ટ્રપતિ ઓબામાને ગીફ્ટ આપવા માંગતા હતા.

વિકાસ આ ત્રિરંગાને મેળવીને ઘણાં ખુશ હતા. તેમણે કહ્યુ હતુ કે તેઓ જ્યારે રાષ્ટ્રપતિ ઓબામાને મળશે ત્યારે તેમને આ ત્રિરંગો ગીફ્ટમાં આપશે. ઇન્ડીયન ફ્લેગ કોડ 2002ના બીજા ભાગમાં સેક્શન ત્રણ મુજબ ભારતીય ત્રિરંગા પર કોઇ પણ પ્રકારનું લખાણ લખવુ ભારતીય ત્રિરંગાનું અપમાન છે.
આ ઘટનાને લઇને શુક્રવારે સવારથી જ પીએમ મોદીની આલોચના થઇ રહી હતી.

English summary
After facing criticism on Social Media Narendra Modi government has taken back national flag from chef Vikas Khanna. This flag was autographed by PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X