For Quick Alerts
For Daily Alerts
ગાંધીજીના પ્રપૌત્ર કેન્સાસ સ્ટેટ એસેમ્બ્લીમાં ચૂંટાયા
વૉશિંગ્ટન, 11 નવેમ્બર : યુનાઇટેડ સ્ટેટ્સમાં 6 નવેમ્બરે યોજાઇ ગયેલી સામાન્ય ચૂંટણીઓમાં મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર સ્ટેટ એસેમ્બ્લીમાં ચૂંટાઇ આવ્યા છે. ગાંધીજીના પ્રપૌત્ર 72 વર્ષીય શાંતિ ગાંધી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિસ્પર્ધી થિયોડોર ટેડ એન્સ્લેને કેન્સાસની 52મી એસેમ્બ્લી ડિસ્ટ્રીક્ટમાં 9 ટકા વધારે મતોથી હરાવ્યા હતા.
તેઓ મહાત્મા ગાંધીના પૌત્ર કાંતિલાલ ગાંધીની પુત્રી સરસ્વતી ગાંધીના પુત્ર છે. શાંતિ ગાંધી વ્યવસાયે કાર્ડિઓવસ્ક્યુલર અને થોરાઇસિસ સર્જન છે. તેઓ કેન્સાસ રાજ્યમાં આવેલા ટોપેકા શહેરની સ્ટોરમોન્ટ વેઇલ હોસ્પિટલમાંથી વર્ષ 2010માં નિવૃત્ત થયા હતા.
રાજ્યમાં મંગળવારે યોજાયેલી ચૂંટણીઓમાં શાંતિ ગાંધીએ 6,413 મતો મેળવ્યા હતા. જ્યારે પ્રતિસ્પર્ધી એન્સ્લેએ 5,357 મતો મેળવ્યા હતા. તેઓ બોમ્બે યુનિવર્સિટીમાંથી મેડિકલ ગ્રેજ્યુએટ બનીને વર્ષ 1967માં યુએસ આવ્યા હતા.