ગુજરાતી ગૌરવ: બ્રિટનમાં મંત્રી બન્યા પ્રીતિ પટેલ
નવી દિલ્હી (વિવેક શુક્લા), બ્રિટેનની ડેવિડ કેમરૂન સરકારમાં પ્રીતિ પટેલને મંત્રી પદ મળ્યું છે, જે ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક આનંદની પળ અને ગૌરવ લેવાની બાબત છે. તેઓ હાલમાં જ દેશની સામાન્ય ચૂંટણીમાં કંજરવેટિવ પાર્ટીની ટિકિટ પર જીત મેળવી હતી.
પ્રીતિ ગુજરાત સાથે ધરાવે છે સંબંધ
જેમકે તેમના નામથી એટલું સ્પષ્ઠ છે કે પ્રીતિ મૂળ રૂપે ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. તેમના માતા-પિતા યુંગાડામાં જઇને સ્થાઇ થયા હતા. ત્યાંથી તેઓ બ્રિટેનમાં શિફ્ટ થયા હતા.
પ્રવાસી ભારતીય દિવસ સમારંભમાં આવ્યા હતા ગુજરાત
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવાસી ભારતીય દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રીતિ પટેલે પણ હાજરી હતી, તેમણે ઇન્ડિયન ડાયસ્પોરાના વૈશ્વિક મહત્વને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ભારતનું અને ભારતીયોનું વૈશ્વિક મહત્વ વધ્યું છે. તેમણે બ્રિટન અને ઇન્ડિયાના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, બ્રિટનમાં 1.5 મીલિયન ભારતીયો વસે છે. એટલું જ નહીં લેસ્ટર જેવા શહેરો તો ગુજરાતીઓની ઓળખસમા બની ગયા છે. પ્રીતિ પટેલે ઇંગ્લેન્ડના વિકાસમાં ગુજરાતીઓના યોગદાનને પણ મહત્વનું ગણાવ્યું હતું.
આવો જાણીએ પ્રીતિ પટેલના સંબંધમાં 10 ખાસ વાતો:-

1
પ્રીતિ પટેલને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યો છે.

2
રીતિ પટેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ જ પ્રભાવિત છે.

3
વડાપ્રધાન કેમરૂને તેમને ભારતવંશિયો સાથે જોડાયેલ મામલાને પણ જોવા માટે જણાવ્યું છે.

4
પ્રીતિ પટેલ આ વર્ષની શરૂઆતમાં અમદાવાદમાં થયેલા પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલનમાં પણ ભાગ લીધો હતો.

5
પ્રીતિ કહે છે કે તેમને ગુજરાત અને ભારત વચ્ચે સંબંધ હોવા પર તેમને ગર્વ છે.

6
તેમના જ પ્રયાસોથી હાઉસ ઓફ કોમંસમાં ગુજરાત ફાઉંડેશન દિવસ ઉજવવા લાગ્યો.

7
તેમનું શિક્ષણ એસેક્સ યુનિવર્સિટીમાં થઇ. ત્યારબાદ તેઓ કંજર્વેટિવ પાર્ટીમાં જોડાયા.

8
પ્રીતિના પતિ એલેક્સ માર્કેટિંગ પ્રોફેશનલ છે. તેમને એક દીકરો પણ છે.

9
પ્રીતિ કેમરૂનની કેમ્પેઇનને પણ સંભાળી રહ્યા હતા.

10
રસપ્રદ વાત એ છે કે પ્રીતિ હજી પણ પોતાની માતૃભાષા ગુજરાતીમાં વાત કરવાનું પસંદ કરે છે.