For Quick Alerts
For Daily Alerts
તાલિબાનની ધમકી, કસાબના મોતનો બદલો લઇશું
ઇસ્લામાબાદ, 22 નવેમ્બર: મુંબઇ હુમલાના દોષી અજમલ કસાબને ફાંસીએ ચડાવી દેવામાં આવતાં તાલિબાને ભારતને ધમકી આપી છે. આતંકવાદી સંગઠને કહ્યું છે કે તે ભારતીયોને નિશાનો બનાવી હુમલો કરશે. કશ્કર-એ-તોઇબા અજમલ કસાબને પહેલાંથી જ પોતાનો હિરો ગણાવ્યો છે. લશ્કરના કમાન્ડરે ગઇકાલે કહ્યું હતું કે ' અજમલ કસાબ અમારો હિરો હતો અને અમને પ્રેરણા પુરી પાડતો હતો. બીજા છોકરાઓ પર આ રસ્તો અપનાવશે.
લશ્કર બાદ તાલિબાનના પ્રવક્તા એહસાનુલ્લા એહસાને રોયટર્સને ફોન કરી જણાવ્યું હતું કે ' અમે અજમલ કસાબનો બદલો લેવા માટે ભારતીયોને નિશાનો બનાવવાનો નિર્ણય કર્યો છે. તાલિબાનના પ્રવક્તાએ ભારત પાસે માંગણી કરી છે કે તે અજમલ કસાબની લાશ સોંપી દે.
એહસાનુલ્લા એહસાને કહ્યું હતું કે જો ભારત અજમલ કસાબની લાશ તેમને અથવા તેના પરિવારને સોંપશે નહી તો તે ભારતીયોનું અપહરણ કરી તેની હત્યા કરી દેશે અને લાશ આપશે નહી. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે તે દુનિયા કોઇ પણ ખુણામાંથી ભારતીયોને નિશાનો બનાવશે.