For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલ હુમલા પર ભારત વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે થયેલા આંતકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ હુમલામાં 95 લોકોના મોત અને 151થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા.

By Kajal
|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે થયેલા આંતકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ હુમલામાં 95 લોકોના મોત અને 151થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર આ હુમલાની પાછળ હક્કાની નેટવર્કનો હાથ હતો. આ ઘટના પર ભારતીય વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, આ ખરાબ સમયમાં અમે અફઘાનિસ્તાનની સરકાર અને ત્યાંના લોકોની સાથે છીએ. જે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે તેઓ જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ.

Kabul

ઉલ્લેખનીય છે કે, શનિવારે કાબુલમાં થયેલ આતંકવાદી હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો હતો. આ આતંકી હુમલાથી સમગ્ર અફઘાનિસ્તાનને આંચકો લાગ્યો છે. આતંકવાદીઓએ એક એમ્બ્યુલન્સમાં બોમ્બ મુક્યો હતો. જે સ્થળે આ હુમલો થયો હતો તે રસ્તા પર અનેક દુતાવાસ અને સરકારી ઓફિસો આવેલી છે. છેલ્લા ઘણા સમયથી તાલિબાન અને હક્કા નેટવર્ક અફઘાનિસ્તાનના સુરક્ષા દળો અને સામાન્ય લોકોને નિશાનો બનાવી રહી છે.

English summary
Haqqani Network is behind Kabul suicide attack, India ready to extend all possible assistance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X