17 વર્ષ પછી ભારતની દિકરી માનુષી બની Miss World 2017

Posted By:
Subscribe to Oneindia News

17 વર્ષ પછી ભારતની દિકરીને મળ્યો છે વિશ્વ સુંદરીનો તાજ. પ્રિયંકા ચોપડા પછી દિલ્હીમાં રહેતી માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો તાજ જીત્યો છે. માનુષી ગ્રાન્ડ ફિનાલેમાં 4 સ્પર્ધકોને હરાવીને આ તાજને જીત્યો છે. નાનપણથી જ મિસ ઇન્ડિયા બનવાની ઇચ્છા માનુષીને હતી. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં 118 સુંદરીઓએ ભાગ લીધો હતો. માનુષી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મોટી ફેન છે. મૂળ હરિયાણાની રહેતી માનુષીએ મેડિકલની વિદ્યાર્થી છે.

Manushi Chillar

જો કે આ સ્પર્ધામાં જીતવા માટે ખુબ જ મહેનત કરી છે. અને મીઠાઇ ખાવાના પોતાના શોખને પણ ભૂલી આ તાજને મેળવ્યો છે. માનુષી આ માટે સવારે 4 વાગે ઉઠીને વર્કઆઉટ કરતી હતી. અને કોલેજ પછી હરિફાઇ માટેના ક્લાસિસ અટેન્ડ કરતી હતી. જો કે માનુષીની આ તમામ મહેનત આખરે રંગ લાવી અને પ્રિયંકા ચોપડા પછી 17 વર્ષે વિશ્વ સુંદરીના આ તાજ તેણે જીત્યો છે. ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયામાં પણ લોકો માનુષીની આ જીત માટે તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

English summary
Haryana girl Manushi Chillar on Saturday was crowned as the Miss World 2017 at the contest held at the Sanya City Arena in China.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.