For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: જાણો ઓક્સફોર્ડની વેક્સીન કેવી રીતે કામ કરે છે અને તેના સાઇડ ઈફેક્ટ શું છે?

Coronavirus: જાણો ઓક્સફોર્ડની વેક્સીન કેવી રીતે કામ કરે છે અને તેના સાઇડ ઈફેક્ટ શું છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસે દુનિયાભરમાં 1.5 કરોડથી વધુ લોકોને પોતાના લપેટામાં લઇ લીધા છે. જ્યાં સુધી વેક્સીન ના આવી જાય ત્યાં સુધી કોરોનાનો કહેર અટકવાનો નથી. આ દરમિયાન ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ એક રાહતના સમાચાર આપ્યા છે. જ્યાં વેક્સીનનું ટ્રાયલ લગભગ સફળ જ જણાવવામાં આવી રહ્યું છે. જેમાં ઓછામા ઓછા 1000 લોકો સામેલ થયા હતા. હવે મોટા પાયે લોકોને આ વેક્સીન આપી તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

વેક્સીન કેવી રીતે કામ કરે છે

વેક્સીન કેવી રીતે કામ કરે છે

ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સીનને એજેડડી122 નામ આપવામાં આવ્યું છે. આ ચીનના કૈનસિનો બાયોલોજિસ્ટ અને અણેરિકાની જોનસન એન્ડ જોનસન તરફથી તૈયાર વેક્સીનની જેમ છે. આને પણ એક જેનેટિક એન્જીનિયરિંગના આધારે તૈયાર કરવામાં આવી છે. જેની મદદથી માણસોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શાય છે. વૈજ્ઞાનિકો મુજબ ઓક્સફોર્ડની વેક્સીન સાધારણ શરદીના વાયરસ એડિનોવાયરસ એટલે કેકમજોર વાયરસ પર આધારિત છે. જેને ચિમ્પાન્જીઓથી આવેલ એડિનોવાયરસથી લેવામાં આવ્યા છે. બાદમાં જેનેટિક એન્જીનિયરિંગની મદદથી તેમાં બદલાવ કરવામાં આવે છે. જેનાથી માણસોની શરીરમાં તેની પ્રતિકૃતિ નથી બનતી.

એન્ટીબોડીમાં ચાર ગણો વધારો

એન્ટીબોડીમાં ચાર ગણો વધારો

જ્યારે જેનેટિક એન્જીનિયરિંગ આધારિત chAdOx1ને સ્પાઇક પ્રોટીન સાથે કોઇ વ્યક્તિને આપવામાં આવે છે તો તે સ્પાઇક પ્રોટીનના નિર્માણનું કારણ બને છે. જે બાદ શરીરની ઇન્યૂનિટી તેને ઓળખે છે અને બહારથી આવેલ વાયરસને હરાવવા માટે એન્ટીબોડી બનતી શરૂ કરી દે છે. Lancet નામના પત્રિકામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ શરૂમાં જેમને વેક્સીનનો શોટ આપવામાં આવ્યો હતો તેમનામાં રોગ પ્રતિરક્ષક કશક્તિ વધી છે. વેક્સીનની એક ડોઝ આપવાના એક મહિના બાદ 95 ટકા વોલિન્ટિયર્સમાં SARS-Cov-2 વાયરસ સ્પાઇક વિરુદ્ધ એન્ટીબોડી ચાર ગણા વધારાથી નોંધવામાં આવી. ટી-સેલ પ્રતિક્રિયા એક પ્રકારની શ્વેત રકત કોશિકા છે, જે કોરોના વાયરસ પર હુમલો કરે છે.

સાઇડ ઈફેક્ટ શું છે

સાઇડ ઈફેક્ટ શું છે

એવું કહેવાય છે કે દુનિયામાં દરેક દવાની કંઇકને કંઇ સાઇડ ઈફેક્ટ હોય છે. પછી ભલે તે તમને નુકસાન પહોંચાડવા લાયક ના હોય. કંઇક આવું કોરોના વેક્સી નસાથે પણ છે. વેક્સીન આપ્યાના લગભગ 60 ટકા વોલિન્ટર્સને તાવ, માથા અને મસલ્સમાં દુખાવાની સમસ્યા જોવા મળી, પરંતુ આ સમસ્યા બહુ જ ઓછી હતી. વૈજ્ઞાનિકો મુજબ આટલા સાઇડ ઈફેક્ટ સામાન્ય વાત છે. ટ્રાયલ દરમિયાન વેક્સીનના કોઇ ગંભીર સાઇડ ઈફેક્ટ જોવા નથી મળ્યા.

વેક્સીન ક્યારે આવશે?

વેક્સીન ક્યારે આવશે?

બ્રિટનમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ ઉપરાંત આફ્રિકા અને અન્ય દેશોમાં પણ મોટા પાયે ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ટ્રાયલ સફળ રહેવા પર તેના રિપોર્ટ સાથે રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. જે કારણે આ વર્ષના અંત સુધી વેક્સીન બજારમાં આવવાની ઉમ્મીદ છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા મુજબ ડિસેમ્બર સુધી વેક્સીનના 30-40 કરોડ ડોઝ બનાવી લેવામાં આવશે. જેમાંથી અડધા ભારત અને અડધા વિદેશોમાં મોકલવાનો કરાર થયો છે.

English summary
headache and muscle pain are side effects of corona vaccine, know how medicine will work
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X