For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'2016માં રાષ્ટ્રપતિની ચુંટણી લડી શકે છે હિલેરી ક્લિંટન'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hillary-clinton
વોશિંગ્ટન, 9 એપ્રિલ: પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન વર્ષ 2016માં રાષ્ટ્રપતિના પદ માટે ચુંટણી લડી શકે છે. તેમના પતિ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને આવા સંકેત આપ્યાં છે. અમેરિકાના તાજેતરના ઇતિહાસમાં સર્વાધિક લોકપ્રિય રહેલા રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને શનિવારે રાત્રે એક સમારોહમાં એમ કહીને અફવાના બજારને ગરમ કરી દિધું છે કે 2016ની રાષ્ટ્રપતિની ચુંટણીમાં દેશ સમક્ષ કેટલાક સારા વિકલ્પ હશે. સેંટ લુઇમાં તેમની આ ટિપ્પણીનો સમારોહમાં હાજર લોકોએ તાળીઓથી જોરદાર સ્વાગત કર્યું તેમનો અંદાજો હતો કે તે હિલેરી ક્લિંટન વિશે વાત કરી રહ્યાં છે.

ક્લિંટન ગ્લોબલ ઇનીશિએટિવ (સીજીઆઇ)માં બિલ ક્લિંટન એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે 'હું સમજું છે કે અમેરિકનો પાસે રાષ્ટ્રપતિ માટે કેટલાક સારા વિકલ્પો હશે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તે રાષ્ટ્રપતિ પદ માટે બે કાર્યકાળની સીમાને પસંદ કરે છે પરંતુ આ સાથે જ તેમને કહ્યું હતું કે તે ભાવી રાષ્ટ્રપતિઓને ત્રીજીવાર રાષ્ટ્રપતિ પદની ચુંટણી લડવાની પરવાનગી આપવાનો વિરોધ કરશે નહી પરંતુ ત્રીજા કાર્યકાળ, બીજા કાર્યકાળ બાદ તાત્કાલિક ના હોય. બિલ ક્લિંટને કહ્યું હતું કે મને પુરો વિશ્વાસ છે કે એવા પ્રભાવશાળી લોકો હશે જે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે બેતાબ હશે.

હેબ્રુઆરીમાં અમેરિકાના વિદેશ મંત્રીનું પદ છોડ્યા બાદ આ અઠવાડિયે બે સાર્વજનિક સમારંભોમાં જોવા મળેલી હિલેરી ક્લિંટનને 2016ની રાષ્ટ્રપતિની ચુંટણીના ઉમેદવારના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે. જો કે તેમને આ પ્રકારની અફવાઓનું ના તો ખંડન કર્યું છે અને ના તો તેમનો કોઇ સકારાત્મક જવાબ આપ્યો છે પરંતુ તેમના સમર્થકોએ તેમના રાષ્ટ્રપતિ પદના ચુંતણી અભિયાન માટે એક સુપર પીએસીનું પહેલાંથી જ નિર્માણ કર્યું છે. રિપબ્લિકન સીનેટર લિંડસે ગ્રાહમનું કહેવું છે કે હિલેરી ક્લિંટન એક દમદાર ઉમેદવાર હોય શકે છે પરંતુ ઘણું બધું ઓબામા પ્રસાશનની સફળતા પર નિર્ભર કરે છે.

તેમને એનબીસી ન્યુઝ ચેલનથી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને લાગે છે કે બરાકા ઓબામાના આઠ વર્ષના શાસન બાદ પણ જો ઘણી વસ્તુઓ બદલાતી નથી તો રાષ્ટ્રપતિ પદ માટે આગાલી ડેમોક્રેટની રાહ મુશ્કેલ હોય શકે છે. બેનગાજી સત્ય આવવાનું બાકી છે. પરંતુ રિપબ્લિકન તરફ જો કોઇપણ તેમને ઓછા આંકે તો તે ખોટું કહેવાશે, પરંતુ હરાવી શકાય છે. આ દેશમાં ગમે તેને પણ હરાવી શકાય છે.

English summary
Hillary Clinton, the former secretary of State, could run for the 2016 presidential elections, her husband Bill Clinton has hinted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X