For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલીવાર USમાં શપથ લેવા માટે વાંચવામાં આવી ગીતા

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 9 નવેમ્બર: તુલસી ગેબર્ડે આજે અમેરિકા સહિત આખી દુનિયામાં ઇતિહાસ રચી દીધો છે. કારણ કે તે પહેલી એવી હિન્દુ અમેરિકન મહિલા છે જેણે અમેરિકન હવેલી સીટ પર વિજય મેળવ્યા બાદ ભગવત ગીતાનું પઠન કરીને શપથ લીધા હતા. પોતાના શપથનું તેમણે સંસ્કૃતમાં જ પઠન કર્યું હતું.

tulsi gabbard
ભગવત ગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે જેને હિન્દુ ધર્મને માનનાર લોકો શુભ કાર્ય કરતા પહેલા કંઠસ્થ કરે છે. 31 વર્ષની તુલસી ગેબર્ડે હવેલી સીટ પર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કે ક્રાવલીને મોટા અંતરથી માત આપી હતી.

પોતાની જીત પર તુલસીએ જણાવ્યું કે તેમને ગીતાની વાતો પર ભરોશો છે જેનાથી તેમને પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ જનતાનો વિશ્વાસ ક્યારેય પણ નહીં તોડે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હનુમાનજીને પોતાને માટે લકી ચાર્મ માને છે. તેઓ હંમેશા પોતાની સાથે એક હનુમાનજીની મૂર્તિ રાખે છે. ઓબામાનું નાનપણ ઇન્ડોનેશિયામાં વિત્યું હતુ, જ્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહેતા હતા જેઓ હનુમાનજીને પૂજતા હતા જેથી ઓબામા પણ હનુમાનજીમાં શ્રદ્ધા રાખે છે.

English summary
Tulsi Gabbard today created history by becoming the first Hindu-American to have entered the US House of Representatives, winning her Hawaii seat by trouncing her Republican rival in a one-sided contest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X