For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં થયો કમાલ, સિંધમાં પહેલીવાર હિન્દુ મહિલા બની પોલીસ ઑફિસર

પાકિસ્તાનમાં થયો કમાલ, સિંધમાં પહેલીવાર હિન્દુ મહિલા બની પોલીસ ઑફિસર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાલ પાકિસ્તાનથી માત્ર હિન્દુ અને સિખ છોકરીઓના જબરદસ્તી ધર્મ પરિવર્તન અને જબરદસ્તી નિકાહ કરાવાતા હોવાના અહેવાલ આવી રહ્યા હતા. પરંતુ અચાનક પાકિસ્તાનથી એક બહુ સારા સમાચાર આવ્યા છે. પહેલીવાર પાકિસ્તાનમાં કોઈ લઘુમતી હિન્દુ મહિલાને પોલીસ અધિકારી બનાવવામાં આવી છે. આ સમાચારનો ખુલાસો પાકિસ્તાનની જિયો ન્યૂજે કર્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પુષ્પા કોહલીને આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર (ASI) તરીકે તહેનાત કરવામાં આવી છે. એક દિવસ પહેલા પાકિસ્તાનના એક માનવાધિકાર કાર્યકર્તાએ પણ આ વાતની જાણકારી આપી હતી.

પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ મહિલા ASI બની

પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ મહિલા ASI બની

પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ અલ્પસંખ્યક હિન્દુ મહિલાને પોલીસ ઑફિસરના પદ પર તહેનાત કરવામાં આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના પ્રોવિંશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ પાસ કર્યા બાદ પુષ્પા કોહલીને સિંધમાં જ આસિસ્ટેન્ટ સબ ઈન્સપેક્ટર બનાવવામાં આી છે. આ વાતની સૂચના સૌથી પહેલા પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા કપિલ દેવે ટ્વીટર દ્વારા આપી હતી. બાદમાં જિયો ન્યૂજે પણ તેની પુષ્ટિ કરી છે. ત્યારે કપિલે ટ્વિટર પર લખ્યું હતું, પ્રિવિંશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પાસ કરી સિંધ પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર બનનાર પુષ્પા કોહલી હિન્દુ સમુદાયની પહેલી મહિલા બની ગઈ છે. તેમને વધુ શક્તિ મળે.

પાકિસ્તાનમાં 75 લાખ હિન્દુ બચ્યા

પાકિસ્તાનમાં 75 લાખ હિન્દુ બચ્યા

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં સુમન પવન બોદાની નામની એક હિન્દુ મહિલાને પાકિસ્તાનમાં સિવિલ અને જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે તેણે મીડિયાને કહ્યું હતું કે તે સિંધના પછાત ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, જ્યાં તેણે ગરીબી તથા અન્ય પડકારો જોયા. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોમાં હિન્દુઓની વસ્તી સૌથી વધુ છે. સત્તાવાર આંકડા મુજબ પાકિસ્તાનમાં 75 લાખ હિન્દુ છે. પાકિસ્તાનમાં મોટાભાગની હિન્દુ વસતી સિંધ પ્રાંતમાં રહે છે. જ્યાં સંસ્કૃતિ, પરંપરા અને ભાષાના મામલે તે મુસલમાનો સાથે હળી મળીને રહે છે. પરંતુ હાલના એક મહિનામાં તયાં હિંદુઓ ખાસ કરીને હિન્દુ છોકરીઓ પર અત્યાચારના કેટલાય મામલા સામે આવ્યા છે, જેનો ત્યાંના હિન્દુ સમુદાય પણ વિરોધ કરી રહ્યા છે.

સિખ અને હિન્દુ છોકરીઓને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યો

સિખ અને હિન્દુ છોકરીઓને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યો

પાકિસ્તાનમાં થોડા દિવસો પહેલા જ એક હિન્દુ અને એક સિખ છોકરીને જબરદસ્તી ઈસ્લામ કબૂલ કરાવવાની ખબરોએ ભારતમાં ખલબલી મચાવી રાખી છે. પહેલા એક સિખ છોકરી જગજીત કૌરના અપહરણ અને તેના જબરદસ્તી ધર્માંતરણની ખબર આવી હતી. જગજીત કૌરના લગ્ન જબરદસ્તી એક મુસ્લિમ યુવક સાથે કરવામાં આવ્યાં અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વયારલ થયો હતો. આ છોકરીને સુરક્ષિત રીતે તેના પરિજનોને સોંપવામાં પાકિસ્તાન હજુ સુધી નાકામ જ રહ્યું છે. બીજી ઘટનામાં જે હિન્દુ છોકરીનું અપહરણ કરી જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના અહેવાલ આવ્યા હતા તેનું નામ રેણુકા કુમારી છે. જો કે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરવાનો પણ દાવો કર્યો છે.

પંજાબઃ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19નાં મોતપંજાબઃ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19નાં મોત

English summary
hindu women become police officer in pakistan for first time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X