• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Miss World સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહેલી બહેનોની પ્રેમીએ કરી હત્યા

|
Google Oneindia Gujarati News

લંડન, 20 નવેમ્બર: લંડનમાં આયોજિત મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહેલી બે બહેનોનું અપહરણ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. 13 નવેમ્બરથી ગુમ બંને બહેનો લંડન જતી વખતે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પોલીસને સોફિયાના પ્રેમી પ્લૂટાર્કો રૂઝ પર શંકા થઇ. શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ પૂછપરછમાં તેણે બધું જ કહી દીધું. પ્રેમીના જણાવ્યા પ્રમાણે પોલીસે બંનેના મૃતદેહ પણ મેળવ્યા. પોલીસે હત્યામાં ઉપયોગ કરેલા હથિયાર અને તેના મૃતદેહ માટે પ્રયોગ કરવામાં આવેલ વાહનને પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

19 વર્ષીય મારિયા જોસ અલ્વારાડો ગુરુવારથી શરૂ થઇ રહેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા માટે લંડન રવાના થવાની હતી. તેમને 13 નવેમ્બરના રોજ સાંતા બારબરા શહેરની પાસે એક રિસોર્ટથી પાર્ટી બાદ નંબર વગરની કારથી જતા દેખાઇ હતી. ત્યારબાદથી તેમનો કોઇ પણ પત્તો ન્હોતો. હત્યા માટે મારિયાની બહેન સોફિયાનો પ્રેમી પ્લૂટાર્કો રૂઝ જવાબદાર છે. પોલીસ પહેલા જ તેને અપહરણની શંકામાં ધરપકડ કરી ચૂક્યા છે. તેનાથી પૂછપરછ બાદ જ મૃતદેહોની ભાળ મેળવી શકાઇ.

એક રિપોર્ટ અનુસાર પ્લૂટાર્કો રૂઝે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આપરાધિક તપાસ બ્રાંચના પ્રમુખે જણાવ્યું કે રાજધાની તેગુસીગલ્પાથી 180 કિમી દૂર સાંતા બારબરાની એક પહાડી નદીની સમીપ મારિયા અને તેની બહેન સોફિયાની લાશ મળી આવી હતી.

English summary
Miss Honduras, Maria Jose Alvarado, found dead with her sister, Sofia Trinidad, days before she was due to contest Miss World in London. Police have also found the murder weapon, and the vehicle which took the bodies to be buried.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X