ચીનમાં કોરોના દર્દીના સંકોચાયા અંડકોષ, યૌન સંબંધ બનાવવામાં આવી રહી છે આ મુશ્કેલી
નવી દિલ્લીઃ ચીનમાં કોરોના દર્દીના રિકવર થયા બાદ તેમાં વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુરોલૉજિસ્ટે આ અંગે ખુલાસો કર્યો કે 20 વર્ષીય એક યુવક જ્યારે કોરોનાતી રિકવર થયો તો તેને ઈરેક્શન જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો. વળી, હૉંગકૉંગ વિશ્વવિદ્યાલય(University of Hong Kong)ના રિસર્ચમાં કોરોનાથી પ્રભાવિત લોકોના રિકવર થયા બાદ ઘણી વિચિત્ર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
હાલમાં જ હૉંગકૉંગના એક યુરોલૉજિસ્ટે આ અંગે ખુલાસો કર્યો કે 20 વર્ષની ઉંમરે એક વ્યક્તિ કોરોનાથી રિકવર થયા બાદ એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પહેલી વાર જ્યારે તેને પોતાની આ સમસ્યા વિશે ખબર પડી ત્યારે એ ચોંકી ગયો. તેને ખબર પડી કે તેના અંડકોષ સંકોચાઈ ગયા હતા અને તેને ઈરેક્શનની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો.
સ્થિતિ વિશે જાણવા માટે હૉંગકૉંગના યુરોલૉજિસ્ટ ટ્રેવર લી ચુર્ક ફાઈએ તેનો બ્લડ ટેસ્ટ કરાવ્યો. લીએ કહ્યુ કે બીજો એક દર્દી આવો જ હતો જેને કોરોના બાદ ઈરેક્શનની સમસ્યાનો સામનો કર્યો હતો. લીએ કહ્યુ કે સંભવ છે કે કોરોનાના કારણે જ આ સમસ્યા આવી હોય. આ સમસ્યા લગભગ 3 ટકાને હોઈ શકે છે.
આ પહેલા પણ હૉંગકૉંગ વિશ્વ વિદ્યાલયના એક અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે કોરોનાના કારણે પુરુષોના અંડકોષ સંકોચાવા સાથે તેમનો સેક્સપ પાવર પણ પ્રભાવિત થઈ શકે છે. હૉંગકૉંગ યુનિવર્સિટીના યુરોલૉજિસ્ટે સ્પષ્ટ કર્યુ કે જે દર્દીને કોરોના બાદ ઈરેક્શની સમસ્યા થઈ તેને કોઈ ખરાબ આદત કે પછી કોઈ નશો નહોતો કરતો. તે કોરોનાની પાંચમી લહેર દરમિયાન સંક્રમિત થયો હતો. તેને કોરોનાના હળવા લક્ષણ દેખાયા. તે હોમ આઈસોલેશનમાં જ રિકવર થઈ ગયો.
કોરોનાથી રિકવર થયા બાદ જાણવા મળ્યુ કે દર્દીના બંને સંકોચાઈ ગયા હતા અને તેની યૌન ક્ષમતા ગંભીર રીતે પ્રભાવિત થઈ ચૂકી હતી. યુરોલૉજિસ્ટ લીનુ માનવુ છે કે આવી સમસ્યાઓ મનોવૈજ્ઞાનિક કારણોથી પણ પ્રભાવિત હોઈ શકે છે જેને ડૉક્ટરની સલાહથી ઠીક કરી શકાય છે. પરંતુ એ સંભાવનાને નજરઅંદાજ ન કરી શકાય કે આવી સમસ્યાઓ કોવિડ સંક્રમણથી થઈ શકે છે.
યુરોલૉજિસ્ટ લીએ કહ્યુ કે 10થી 20 ટકા સંક્રમિત દર્દીઓને અંડકોષમાં બેચેની કે પીડાની સમસ્યા આવી. તેમણે કહ્યુ કે એક અભ્યાસથી જાણવા મળ્યુ છે કે રિકવર થયેલા દર્દીઓમાંતી એક ચતુર્થાંશમાં વીર્યની માત્રા અને તેના શુક્રાણુઓની ગતિશીલતામાં ઘટાડો આવ્યો. લીએ અહીં સુધી કહ્યુ કે કોવિડ સંક્રમણથી હોસ્પિટલમાં ભરતી દર્દીઓને અંડકોષમાં પીડાનો અનુભવ થઈ શકે છે.