For Daily Alerts
અને મોદી ઓસ્ટ્રેલિયામાં પ્રોટોકોલ તોડીને બાળકીને મળવા પહોંચી ગયા, વીડિયો
સિડની, 21 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ પોતાના દસ દિવસીય વિદેશ યાત્રા પરથી પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજીની યાત્રા કરીને સ્વદેશ પાછા ફર્યા. પરંતુ હંમેશની જેમ જ વિદેશમાં પણ ચોતરફ નરેન્દ્ર મોદીની જ બોલબાલા રહી.
નરેન્દ્ર મોદી આમ તો આસિયાન-ઇન્ડિયા સંમેલન, અને જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ક્રમશ: મ્યાંમાર અને ઓસ્ટ્રેલિયા ગયા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશની જેમ પોતાની આગવી છાપ અહીં છોડતા આવ્યા છે. મોદીના આ વિદેશ પ્રવાસ દરમિયાન અનેક હૃદયસ્પર્શી ઘટનાઓ બની જેનાથી મોદીની એક પ્રભાવશાળી વડાપ્રધાન અને જમીની નેતા તરીકેની છબી વધુ મજબૂત બને છે.
મોદીએ સિડનીમાં પોતાના ચાહકને મળવા માટે પ્રોટોકોલ તોડીને તેમની પાસે ચાલ્યા ગયા. મોદીનું આવું વલણ જોઇને ગાર્ડ્સ પણ હતપ્રભ થઇ ગયા. મોદીના આ ચાહકમાં એક નાનકડી બાળકી હતી, જે વડાપ્રધાનને 'મોદી કાકા.. મોદી કાકા..' તરીકેનું સંબોધન કરી રહી હતી.
આ ઘટનાને જુઓ વીડિયોમાં...