જાણો અમેરિકામાં નવાઝ શરીફનું કેવી કેવી રીતે અપમાન થયું!

Posted By:
Subscribe to Oneindia News

બહુ મોટી આસ લઇને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અમેરિકાના વિદેશ પ્રવાસ પર તો જતા રહ્યા પણ તેમને ત્યાંથી ખાલ મફત સલાહ અને ઠેંગો જ મળ્યો. તેમને એવી આશ તો હતી કે દર વખતની જેમ આ વખતે પણ અમેરિકા કાશ્મીર મુદ્દે તેમને ટેકો આપશે પણ આ વખતે તેમની જોડે જે થયું તે આ પહેલા કોઇ પણ પાકિસ્તાની વડાપ્રધાન સાથે કદી પણ નહતું થયું.

અમેરિકામાં જ્યાં એક તરફ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને કહી દીધું કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થી નહીં બને. ત્યાં જ અમેરિકાના વિદેશ સચિવ જ્હોન કૈરી પણ નવાઝ શરીફને ખાલી નવાઝ કરીને બોલાવીને પાકિસ્તાન મીડિયા સામે જ નવાઝ શરીફનું અપમાન કર્યું છે તેવો દાવો પાકિસ્તાનના મીડિયા કર્યો છે.

 

એટલું જ નહીં અમેરિકાએ તો પાકિસ્તાનને ત્યાં સુધી કહી દીધું કે જો તમારે સંબંધો સુધારવા જ હોય તો ભારત સાથે સુધારો. તેમની સાથે વાતચીત કરો. જો કે અમેરિકાને મસ્કા મારવા નવાઝ શરીફે આતંકવાદી સમુહો પર કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી તેમ છતાં અમેરિકાએ નવાઝ શરીફની પીથ ના થાબડી. તો બીજી તરફ ભારતને પણ કહ્યું કે જોઇએ છે પાકિસ્તાન તેની વાત પર ખરું ઉતરે છે કે નહીં. આમ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના ચારે ખાના ચિત થઇ ગયા છે. ત્યારે વિદેશની ધરતી પર પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને કેવા કેવા દુખ પડ્યો છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કાશ્મીર મુદ્દે મળ્યો ઠેંગો
  

કાશ્મીર મુદ્દે મળ્યો ઠેંગો

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફને નિમંત્રણ આપીને અમેરિકા તો બોલાવ્યા પણ જ્યારે નવાઝ શરીફે કાશ્મીર મુદ્દે મદદ માંગી તો તરત જ અમેરિકાએ પોતાના હાથ ઉપર કરી લીધા.

પાકિસ્તાન કહેવું છે ભારત આતંકવાદ ફેલાવે છે
  

પાકિસ્તાન કહેવું છે ભારત આતંકવાદ ફેલાવે છે

એટલું જ નહીં પોતાનું જુઠ્ઠાણું સાચું કરવા માટે પાકિસ્તાન અમેરિકાના વિદેશ સચિવ જ્હોન કૈરીને ત્રણ ડોજિયર પણ આપ્યા હતા જે મુજબ બલુચિસ્તાન અને અન્ય વિસ્તારોમાં ભારતથી તરફથી આંતકવાદ ફેલાવામાં આવે છે તે વાત ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. પણ અમેરિકા કહી દીધું કે હવે અમને "બીગ બ્રધર" બનવામાં કોઇ રસ નથી.

વારવાર કહેવા છતાં અમેરિકાનો નનૈયા
  
 

વારવાર કહેવા છતાં અમેરિકાનો નનૈયા

પીએમ નવાઝ શરીફ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળીને તેમને વારંવાર એલઓસી પર થઇ રહેલા તનાવ વિષે જણાવી તે અંગે કંઇક કરવાનું કહેતા રહ્યા જે પર અમેરિકાએ આંખ આડા કાન કર્યા. અને તેમાં ના પડવાનું સ્પષ્ટ કર્યું.

અમે નહીં ભારતને સાચવો
  

અમે નહીં ભારતને સાચવો

એટલું જ નહીં અમેરિકાએ તો પાકિસ્તાનને સુફિયાણી સલાહ પણ આપી દીધી કે અમારી આગળ રડવા કરતા ભારત જોડે વાતચીત શરૂ કરો. તેમની સાથે પોતાના સંબંધો સુધારો.

પાકેના મસ્કાનો પણ થયો ફિયાસ્કો
  

પાકેના મસ્કાનો પણ થયો ફિયાસ્કો

એટલું જ નહીં પાકિસ્તાન આંતકવાદી સંગઠનો પર સખત કાર્યવાહી કરવાનો મસ્કો પણ અમેરિકાને માર્યો પણ તેનો તેને કંઇ જ ફાયદો ના થયો.

જ્હોન કેરી પણ કર્યું અપમાન
  

જ્હોન કેરી પણ કર્યું અપમાન

પાકિસ્તાન મીડિયા સમક્ષ અમેરિકામાં જ્યારે વિદેશ સચિવ જ્હોન કૈરી પાકના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા ત્યારે તેમણે આંતકવાદના મુદ્દે નવાઝ શરીફને બરાબરના ઝાડ્યા.

નવાઝ કહી બોલાવ્યા
  

નવાઝ કહી બોલાવ્યા

એટલું જ નહીં જોઇન્ટ પ્રેસ કોન્ફર્ન્સ દરમિયાન કૈરીએ નવાઝ શરીફ ખાલી નવાઝ કહીને સંબોધ્યા જે અંગે પાકના પત્રકાર સમી અબ્રાહમે વિરોધ પણ નોંધાવ્યો કે અમેરિકા અને પાક મીડિયા સમક્ષ નવાઝ શરીફને કૈરીએ માનભેર બોલાવા જોયતા હતા.

લેમડક લીડર
  

લેમડક લીડર

એટલું જ નહીં અમેરિકાના જાણકારોએ તો નવાઝ શરીફને મોદીની તુલનામાં લેમડક લીડર ગણાવ્યા. તેમણે કહ્યું જે રીતે મોદી અને ઓબામા મળ્યા હતા તેવો ઉત્સાહ નવાઝ અને ઓબામાની વચ્ચે બિલકુલ પણ નહતો જોવા મળ્યો. હવે આનાથી વધુ અપમાનજનક વાત શું હોય

English summary
US President Barack Obama has clearly said US will not interfere in Kashmir Issue. He has also given a notice to Pakistan for controlling home grown terror activities.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.