• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કુવૈતમાં 2100થી વધુ ભારતીયોની ધરપકડ

By Kumar Dushyant
|

દુબઇ, 23 સપ્ટેમ્બર: કુવૈત સ્થિત ભારતીય દુતાવાસના એક અધિકારીએ કહ્યું છે કે વીઝા ભંગ કરવાના અને ચોરીના ગુના સામેલ હોવાના ગુનામાં જે 2100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ઘણા ભારતીય છે.

જોકે કેટલા ભારતીયની ધરપકડ કરવામાં આવી છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ અધિકારીઓએ કહ્યું છે કે કુવૈત સ્થિત ભારતીય દુતાવાસે ધરપકડ કરવામાં આવેલા 300 લોકોના પરિવારનું આવેદન સ્વીકારી લીધું છે અને અધિકારી પોલીસ સ્ટેશનોમાં જઇને આ બનાવની તપાસ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા કેટલાક લોકોને પહેલાંથી જ છોડી મૂકવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કુવૈતના ગૃહ મંત્રાલયે અચાનક જ શરૂ કરેલા સુરક્ષા અભિયાનમાં વીઝા મર્યાદા પૂરી થઇ ગઇ હોય અને માદક પદાર્થોની તસ્કરી, ચોરી, દારૂ તથા આવા અનેક કેસમાં 2136 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
Indians are among more than 2,100 people apprehended in Kuwait during raids on visa violators and those involved in crimes like theft, an official at the Indian embassy in Kuwait has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X