For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે આપવામાં આવે છે કોઈ વાવાઝોડાને નામ અને શું છે પ્રક્રિયા

દુનિયાભરમાં જે વાવાઝોડા આવે છે તેમના નામ કેવી રીતે રાખવામાં આવે છે અને કઈ પ્રક્રિયા હેઠળ તેનુ નામ રાખવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ખતરનાક વાવાઝોડુ ફ્લોરેન્સ અમેરિકાના દક્ષિણી પૂર્વી રાજ્ય નોર્થ કેરોલિના સાથે ટકરાઈ ચૂક્યુ છે. ગુરુવારે સાંજે ફ્લોરેન્સ વાવાઝોડુ ટકરાતા જ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ઉપરાંત જોરદાર પવન ફૂંકાવાનો સિલસિલો ચાલુ છે. વાવાઝોડાના કારણે નોર્થ કેરોલિનાના ઘણા વિસ્તારોમાં 11 ફૂટ ઉંચી લહેરો ઉઠી રહી છે. વાવાઝોડાના કારણે 158,000 થી વધુ ઘરો અને ઓફિસોમાં વિજળી ડૂલ થવાના આરે છે. જ્યારે પણ કોઈ વાવાઝોડુ કે તોફાન આવે તો તેનુ નામ પણ અજબ ગજબ આપવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે દુનિયાભરમાં જે વાવાઝોડા આવે છે તેમના નામ કેવી રીતે રાખવામાં આવે છે અને કઈ પ્રક્રિયા હેઠળ તેનુ નામ રાખવામાં આવે છે. આવો આજે તમને જણાવીએ કે કેવી રીતે તેનુ નામકરણ કરવામાં આવે છે. અમેરિકા અને પશ્ચિમના કેટલાક દેશોમાં તોફાન એપ્રિલથી નવેમ્બરની વચ્ચે આવે છે કારણકે તેને એટલાંટિક હરિકેન સિઝન કહેવામાં આવે છે.

વર્ષ 1950 ની યાદીથી પસંદ કરાય નામ

વર્ષ 1950 ની યાદીથી પસંદ કરાય નામ

અમેરિકાના હરિકેન સેન્ટર તરફથી વર્ષ 1950 માં નેશનલ એટલાંટિક સ્ટોર્મ લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. આ લિસ્ટને હવે વર્લ્ડ મીટરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) તરફથી સંચાલિત કરવામાં આવે છે. આ જ સંસ્થા છે જે દુનિયાભરમાં આવનારા તોફાનોનું નામકરણ કરે છે. દુનિયાના અલગ અલગ ભાગોમાં અલગ અલગ પ્રકારના વાવાઝોડા આવે છે. ડબ્લ્યુએમઓ આ લિસ્ટને સંચાલિત જરૂર કરે છે પરંતુ દરેક દેશના મીટરોલોજિકલ ઓર્ગેનાઈઝેશનથી અલગ છે. એટલાંટિકમાં આવનારા તોફાનો માટે છ લિસ્ટ છે અને દર છ વર્ષમાં આને રોટેટ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ‘દેશમાં અસલી રાવણ નથી રહ્યો તો ચંદ્રશેખર 'રાવણ' શું ટકશે?': ભાજપ ધારાસભ્યઆ પણ વાંચોઃ‘દેશમાં અસલી રાવણ નથી રહ્યો તો ચંદ્રશેખર 'રાવણ' શું ટકશે?': ભાજપ ધારાસભ્ય

શું છે તોફાનોને નામ આપવાના ફાયદા

શું છે તોફાનોને નામ આપવાના ફાયદા

ડબ્લ્યુએમઓ મુજબ કોઈ પણ તોફાનને સંખ્યાના બદલે કોઈ નામથી યાદ રાખવાનું સરળ હોય છે. વળી, મીડિયામાં આવતા વોર્નિંગ મેસેજ માટે નામ વધુ સરળ રહે છે. આ ઉપરાંત કોઈ પણ તોફાનનું નામ રાખવાનથી જહાજો, કાંઠાના વિસ્તારો અને તેના પર નજર રાખતા સ્ટેશનોને પણ ઘણો ફાયદો મળે છે. જો કોઈ તોફાનનું નામ છે તો તેના વિશે જાણકારી અદલાબદલી કરવી પણ સરળ બની જાય છે. કેટલાક વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ કોઈ તોફાનને નામ આપવાથી તે વિસ્તારના લોકો પોતાના બચાવની તૈયારી કરી શકે છે અને સાથે જ વોર્નિંગ્સમાં તેમની રુચિ વધી જાય છે.

મહિલાઓના નામ પર હોય છે તોફાનના નામ

મહિલાઓના નામ પર હોય છે તોફાનના નામ

કોઈ પણ તોફાનનું નામ આપવા માટે એક વર્ણમાલા એટલે કે આલ્ફાબેટિકલ લિસ્ટ હોય છે. તોફાનની દરેક સિઝનમાં આ લિસ્ટ કામ કરે છે. એટલાંટિક અને ઈર્સ્ટન નોર્થ પેસિફિક રિજનમાં આવતા તોફાનોના નામ છ લિસ્ટમાં આવેલ નામોમાંથી એક પસંદ કરવામાં આવે છે. વર્ષ 1979 થી તોફાન માટે મહિલાઓના નામનો પ્રયોગ કરવાની ટ્રેન્ડની શરૂઆત થઈ. આ પહેલા માત્ર પુરુષોન નામનો જ પ્રયોગ કરવામાં આવતો હતો. એટલાંટિક સિઝનમાં આવનારા તોફાનો માટે 21 નામ છે. વળી તોફાન માટે ક્યારેય Q, U, X, Y અને Z અક્ષરોથી શરૂ થતા નામોનો પ્રયોગ ક્યારેય થયો નથી.

જાનલેવા તોફાનનું નામ ક્યારેય નહિ થાય પ્રયોગ

જાનલેવા તોફાનનું નામ ક્યારેય નહિ થાય પ્રયોગ

ડબ્લ્યુએમઓએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે તોફાન માટે એવા નામોને પસંદ કરવામાં આવે છે જેનાથી પ્રભાવિત થનારા લોકો પરિચિત હોય. કોઈ પણ તોફાનનું નામ આપ્યા બાદ તે નામને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવે છે એટલે કે રિટાયર કરી દેવામાં આવે છે. જો તોફાન જાનલેવા હોય તો પછી ડબ્લ્યુએમઓની સમિતિમાં મીટિંગ થાય છે અને પછી બીજા નામને પસંદ કરવામાં આવે છે. વર્ષ 2005 માં આવેલ કેટરીના, વર્ષ 2012 માં આવેલ સેન્ડી અને વર્ષ 2016 માં આવેલ મેથ્યુ નામનો પ્રયોગ ફરીથી ક્યારેય નહિ કરવામાં આવે.

આ પણ વાંચોઃ સૈફી મસ્જિદમાં પીએમ મોદી, ‘વોહરા સમાજની રાષ્ટ્રભક્તિ દેશ માટે ઉદાહરણરૂપ'આ પણ વાંચોઃ સૈફી મસ્જિદમાં પીએમ મોદી, ‘વોહરા સમાજની રાષ્ટ્રભક્તિ દેશ માટે ઉદાહરણરૂપ'

English summary
Hurricane Florence: How it named Florence, why and what was the process behind naming it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X