For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે સૅન્ડી અને તે કેવી રીતે મચાવે છે તબાહી ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hurricane-sandy
ન્યૂયોર્ક, 30 ઑક્ટોબર: કુદરતે પોતાના ગુસ્સાનો શિકાર અમેરિકાને બનાવ્યો છે. કેટલાક દિવસોની તબાહી બાદ અંતે તોફાન સૅન્ડીએ પૂર્વી અમેરિકાના શહેરોમાં દસ્તક આપી છે. સૅન્ડીએ વિમાન ઉડાણોને ઠપ્પ કરી દિધી છે. લગભગ દસ હજાર વિમાની ઉડાણો રદ કરવામાં આવી છે સૅન્ડી નામનું જે તોફાન અમેરિકામાં પ્રવેશ્યું છે, જે ક્યૂબા, બહામાસ, જમૈલા અને હૈતીમાં હાહાકાર મચાવી ચૂક્યું છે.

આ તોફાને લોકોની અંદર ભય પેદા કરી દિધો છે. દરેક મુશ્કેલી સામનો કરવાની તાકાત ધરાવતું અમેરિકા પણ આ તોફાનની સામે લાચાર નજર આવે છે. તો આવો આજે આ અંગે સવિસ્તાર ચર્ચા કરીએ કે સેંડી તોફાન શું છે અને કેવી રીતે આટલું ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે. આ તોફાનના રસ્તામાં આવનાર દરેક વસ્તુને વેર-વિખેર કરી નાંખે છે.

જાણકારોનું માનીએ તો સૅન્ડી એક ખતરનાક અને વિનાશકારી ચક્રવાતી તોફાન છે. આ એક ટોરનેડો તૂફાન છે જેને સૅન્ડી નામ આપવામાં આવ્યું છે. આ હવાથી બનેલ એક સુરંગ જેવું દેખાય છે. આના રસ્તામાં જે વસ્તુ આવે છે જેમ કે કાર અથવા ઘરને તબાહ કરી નાંખે છે. સામાન્ય રીતે આ પ્રકારના તોફાન અમેરિકામાં ઘણી વખત આવે છે પરંતુ તે નાના સ્તરના તોફાન હોય છે.

આ વખતે આ તોફાન એક મોટા વિસ્તારમાં અને વિનાશકારી સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. આ પ્રકારનું તોફાન હવાના ભારે દબાણ અને વાદળોની સપાટીના સંપર્કથી બને છે. સૂરજની ગરમીથી જ્યારે ગરમ હવા ઉપર ઉઠે છે અને ઠંડા વાદળોમાં જાય છે તે તેજીથી ઉપર ઉઠે છે અને ફરવા લાગે છે. અને પછી પાણી, ધૂળ અને માટીની ધારદાર લીટી આકાશ બને છે.

આટલું જ નહી તોફાન દરમિયાન વાવાઝોડુંમાં વિજળી પણ બને છે, જેના કારણે તે પોતાની આસપાસ ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ બનાવી શકે છે. જેના કારણે ધરતી પર હાજર ચીજવસ્તુઓ તળાવ, સરોવર અને નદીના પાણીને ઉપર ખેંચે છે અને આસપાસ જોરદાર વરસાદ થવા લાગે છે. મોટાભાગે આ પ્રકારના તોફાનની ઝડપ 64 કિમી પ્રતિકલાકની ઝડપથી આગળ વધે છે.

આટલું જ નહી આ પ્રકારના વાવાઝોડું એટલાંટિકાને બાદ કરીને દરેક મહાદ્રીપ પર આવે છે પરંતુ મોટાભાગે તબાહી-એ-અમેરિકા, દક્ષિણ કેનેડા, દક્ષિણ મધ્ય અને પૂર્વી એશિયા, ઉત્તરી પશ્વિમી અને દક્ષિણી પૂર્વી યૂરોપ, પશ્વિમ અને દક્ષિણી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેંડમાં તબાહી મચાવે છે. આનાથી બચવાનો ફક્ત એક જ ઉપાય છે કે વાવાઝોડાની ચેતાવણી મળતાંની સાથે તમારો વિસ્તાર છોડીને જતા રહો.

English summary
superstorm Sandy has caused large-scale devastation across USA, "superstorm" seems to have become a widely used word on television channels and newspapers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X