• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્નના 7 વર્ષ બાદ પતિ-પત્નીને ખબર પડી તેઓ સગા 'ભાઇ-બહેન' છે!

|

બ્રાઝીલ, 8 ઓગષ્ટ: જિંદગી ક્યારેક ક્યારેક એવી પરીક્ષા લઇ લે છે કે માણસ પોતે આશ્ચર્યમાં પડી જાય છે. નસીબના ખેલ તો જુઓ કે વર્ષો પહેલા પોતાની માતાને શોધવા માટે નીકળેલી એક મહિલા પગ નીચેથી જમીન ત્યારે ખસી ગઇ જ્યારે તેને ખબર પડી કે તેણે પોતાના જ સગા ભાઇ સાથે લગ્ન કરી લીધા છે. મહિલાને જાણીને ખૂબ જ ધક્કો લાગ્યો કે તે જે વ્યક્તિની સાથે છેલ્લા સાત વર્ષોથી પત્ની બનીને રહી રહી છે તે વ્યક્તિ અસલમાં તેનો સગો ભાઇ છે.

39 વર્ષીય એડ્રિઆના અને 37 વર્ષીય લિએંડ્રો 7 વર્ષોથી સાથે રહી રહ્યા છે અને તેમને એક છ વર્ષની દીકરી પણ છે. બ્રાઝીલના રહેનારા આ બંને પતિ-પત્નીની કહાણી પણ એક જેવી જ હતી પરંતુ તેમણે હંમેશા તેને એક આકસ્મિક ઘટના સમજી છે. બંને પતિ-પત્નીની માતા તેમને નાનપણમાં છોડીને ચાલી ગઇ હતી. બંને પતિ-પત્નીને નાનપણમાં છોડનારી માતાનું નામ મારીયા હતું. બંને પતિ-પત્નીને જ્યારે એ ખબર પડી કે તેઓ ભાઇ-બહેન છે ત્યારે તેમની પર જાણે આભ ફાટી પડ્યું હતું.

બંને ભાઇ-બહેનને એ વાત ખબર હતી કે તેમની માતાનું નામ મારીયા છે પરંતુ તે મહિલા પણ એક જ હશે તેમનો તેમને અણસારસુધ્ધા ન્હોતો. જોકે આટલું બધું થયા બાદ પણ લિએંડ્રોએ એડ્રિઆનાની સાથે જ રહેવાનું મન બનાવી લીધું છે.

English summary
A Brazilian husband and wife have discovered live on the radio that they were brother and sister. Both had searched for their mothers, who abandoned them as children, but it turned out they were looking for the same woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X