
મને પાકિસ્તાની હોવાનો ગર્વ, હું પશ્ચિમી દેશોની કઠપુતળી નથીઃ મલાલા
લંડન, 14 ઓક્ટોબરઃ ગુરુવારે યુરોપીય સંઘના ‘સખારોવ માનવાધિકર પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવેલી પાકિસ્તાની મલાલા યુસુફઝાઇનું કહેવું છે કે, મને પાકિસ્તાની હોવાનો ગર્વ છે અને હું પશ્ચિમી દેશોની કઠપુતળી નથી. મલાલાએ દાવો કર્યો છે કે, આજે પાકિસ્તાનમાં લોકો મારું સમર્થન કરે છે કારણ કે ત્યાં પરિવર્તનની જરૂર છે અનેતે પાકિસ્તાનના રાજકારણમાં ઉતરવા માંગે છે.
મલાલાએ કહ્યું છે કે, લોકો મને શિક્ષા મટા ઉઠાવવામાં આવેલા અભિયાનને જારી રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેનું માનવું છે કે, આપણે શિક્ષા અભિયાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને સીરિયાથી શરૂ કરવાની જરૂરિયાત છે. 16 વર્ષિય મલાલાએ એ વાતનો ઇન્કાર કર્યો કે તે વિકસિત દેશોમાં જ વસવા માગે છે.
મલાલા યુસુફઝાઇને ગયા વર્ષે ઓક્ટોબરમાં એક સ્કૂલ બસમાં ગોળી મારવામાં આવી હતી, ત્યાર બાદ તેની સારવાર લંડનમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના કેટલાક તાલિબાની સંગઠનો માને છે કે, પશ્ચિમી દેશ મલાલાનો સહારો લઇને ઇસ્લામને બદનામ કરી રહ્યાં છે.