For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'... તો જુબાની આપવા જરૂર ભારત આવીશ'

By Super
|
Google Oneindia Gujarati News

hotel
લંડન, 25 માર્ચઃ પોતાની કથિત યૌન શોષણોથી બચાવવા માટે ભારતના આગરાની એક હોટલની બાલકનીમાંથી કૂદનારી બ્રિટિશ મહિલાએ કહ્યું છે કે તે તેના પર હુમલો કરનારા વિરુદ્ધ જુબાની દેવા માટે પરત આવશે, પરંતુ સાથે જ કહ્યું કે તે ક્યારેય પણ એકલી યાત્ર નહીં કરે.

પોતાની યાત્રા વચ્ચે જ છોડીને બ્રિટન પરત આવ્યા બાદ ગ્રીનવિચની જેસિકા ડેવિસે પહેલીવાર ઘટના સંબંધમાં વાત કરી હતી. ગત સપ્તાહે હોટલના બીજા માળની બાલકની પરથી કૂદનારી જેસિકાના પગમાં ઇજા પહોંચી છે. તેનું કહેવું છે કે જો મારે જુબાની આપવાની જરૂર પડી તો હું જરૂરથી પરત ફરીશ.

જેસિકાનું કહેવું છે કે તે વાત કરવા ઇચ્છે છે કારણ કે યૌન શોષણની શરમ ઘણા લોકોને એટલા ડરાવી દે છે કે તેઓ કંઇ બોલી શકતા નથી. તેણે હોટલમાં રોકાયેલા અન્ય લોકોના વ્યવહારને નિમ્નકક્ષાનો કહ્યો કારણ કે તે અંદાજે એક કલાક સુધી મદદ માટે બુમો પાડતી રહી પરંતુ કોઇ તેને બચાવવા માટે આવ્યું નહીં. હોટલ આગરા મહલના પ્રબંધક સચિન ચૌહાણ અને ગાર્ડ ગત સપ્તાહે યૌન શોષણ મામલે અદાલતમાં રજૂ થયા હતા, જો કે તેમણે કહ્યું કે તેમણે જેસિકાને જગાડવા માટે તેના દરવાજા પર દસ્તક આપી હતી.

જેસિકાએ એ વાતનો ઇન્કાર કર્યો હતો કે તેણે ક્યારેય પણ કોઇને તેને જગાડવા અંગે વાત કરી નહોતી અને તેણે જણાવ્યું કે જયપુર જવા માટે તેણે પોતાના ફોનમાં સાડા ચાર વાગ્યાનું એલાર્મ મુકી દીધું હતું. જેસીકાએ બીબીસીને કહ્યું કે તેણે રાત્રે પહેરવાના કપડાં પહેર્યા હતા અને એ જ અવસ્થામાં દરવાજો ખોલ્યો. બહાર ઉભા રહેલા હોટલના પ્રબંધકે તેમને પૂછ્યું કે શું તે સ્નાન કરવા ઇચ્છે છે અને તેમના શરીરમાં માલિશ કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો. તેણે કહ્યું કે તેમણે મને તેમના હાથમાં રહેલી તેલની શીશી બતાવતા પૂછ્યું. જેસીકાએ કહ્યું કે મે મારી ચાવી તાળામાં જ ભરવી રાખી હતી પરંતુ મે તેમને બીજી તરફથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા અનુભવ્યા. તેમને રોકવા માટે મે હોટલના ફર્નીચરનો ઉપયોગ પણ કર્યો.

જેસીકાએ કહ્યું કે તેઓ કોઇપણ રીતે મારા રૂમમાં ઘુસવાના હતા. મને 100 ટકા વિશ્વાસ હતો અને પછી એક જ રસ્તો હતો કે હું બીજા માળની બાલ્કની પરથી કૂદી પડું. તેમણે કહ્યું કે હું સંપુર્ણ સાવધાની રાખી રહી હતી, તાજેતરમાં જ મે મહિલાઓ સાથે થયેલી ઘટનાઓ અંગે સાંભળ્યા બાદ પૂરા વસ્ત્રો જ પહેરતી હતી.

English summary
British woman who jumped off a hotel balcony in Agra to escape an alleged sexual assault has vowed to return to India to give evidence against her attackers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X