For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ઝેહાદી જ્હોનનો વીડિયો, 'લંડનમાં આવી લોકોના માથા કાપીશ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ઓગસ્ટ: લોકોના માથા કાપીને આતંકવાદ ફેલાવનાર આતંકી સંગઠન આઇએસઆઇએસનો ખતરનાક ઝેહાદી જ્હોનનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પહેલીવાર તેનો આખો ચહેરો દેખાઇ રહ્યો છે. વીડિયો 1 મિનિટ 17 સેકેંડનો છે જેમાં ઝેહાદી જ્હોન પોતે દાવો કરી રહ્યો છે કે તે ટૂંક સમયમાં બ્રિટેન આવશે અને લોકોના માથા કાપવાનો પોતાનો ધંધો ચાલુ રાખશે.

jihadi-john
બ્રિટિશ મીડિયાએ ખુદ આ વીડિયોનો સાત સેકન્ડનો ભાગ રિલીજ કર્યો છે. અંગ્રેજી અખબાર ડેલી મેલે દાવો કર્યો છે કે તેણે ફ્રી સરિયન આર્મીના તે લોકો સાથે વાત કરી છે જેમણે આખો વીડિયો જોયો છે. અખબારે તે લોકોના હવાલાથી ઝેહાદી જ્હોનના વીડિયોમાં આપેલા નિવેદનને છાપ્યું છે.

આ વીડિયોમાં આતંકીએ માત્ર પોતાનું નામ જ પોતાના મોઢે બોલ્યો નથી પરંતુ તેણે પોતાના ઇરાદાઓ પણ સ્પષ્ટ કરી દીધા છે. તેણે જણાવ્યું કે 'હું મોહમ્મદ એમવાજી છું, હું ટૂંક સમયમાં બ્રિટેન આવીશ અને લોકોના માથા કાપીશ.' અત્રે નોંધનીય છે કે ઝેહાદી જ્હોન ઉર્ફ મોહમ્મદ એમવાઝી બ્રિટેનમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો અભ્યાસ કરનાર 26 વર્ષનો યુવક છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકન નાગરિક જેમ્સ ફોલેની હત્યા કરીને તે ચર્ચામાં આવ્યો હતો, તેના વિશે કહેવામાં આવે છે કે તે બ્રિટિશ અંગ્રેજી બોલે છે.

જુઓ વીડિયો...

English summary
ISIS murderer ‘Jihadi John’ has revealed his face for the first time and vowed to return to Britain, according to new reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X