For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICJમાં ભારતને મળી જીત, કુલભૂષણ જાધવની નહીં મળે ફાંસી

કુલભૂષણની ફાંસીની સજા આઇસીજેએ અટકાવી, ભારતની આ મામલે જ્યાં જીત થઇ ત્યાં જ પાકિસ્તાનની આંતરાષ્ટ્રીટ ફલક પર ફરી એક વાર થઇ હાર.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની મિલેટ્રી કોર્ટ દ્વારા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, તેની પર આંતરાષ્ટ્રિય કોર્ટે પોતાનો નિર્ણય કહ્યો છે. 11 જજની બેઠકે હાલ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી છે. આ સમાચારની સાથે જ પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય ફલક પર મોટી હાર થઇ છે. તો સામે પક્ષે ભારતની આ નિર્ણયથી મોટી જીત થઇ છે.

kulbhushan jadhav

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસને આંતરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવાનો ભારતનો નિર્ણય એકદમ ખરો સાબિત થયો છે. આઇસીજેના ન્યાયાધીશ રોની અબ્રાહ્મે કહ્યું કે જે રીતે તેની ધરપકડ કરવામાં આવી તે ખૂબ જ વિવાદિત છે. કોર્ટે વિએના સંધિ મુજબ જાધવને ભારતીય કાઉન્સિલર આપવાની વાત સ્વીકારવાનું કહ્યું. વળી જજે પાકિસ્તાનની તે વાતને પણ નકારી અને અંતિમ નિર્ણય પહેલા જાધવને ફાંસી સજા ન આપવી જોઇએ તેવી પણ સ્પષ્ટતા કરી. ત્યારે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કોર્ટના નિર્ણયને બિરદાવ્યો હતો. સુષ્માએ પોતાના ટ્વિટમાં ભારતીય વકીલ હરીશ સાલ્વેને પણ આભાર વ્યક્ત કર્યો હતો. અને આશ્વાસન આપ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં કૂલભૂષણને બચાવવામાં તેમની સરકાર કોઇ કસર નહીં છોડે.

English summary
The International Court of Justice has directed Pakistan not to hang Kulbhushan Jadhav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X