કુલભૂષણ જાદવના મામલામાં આજે ICJ પોતાનો ફેસલો સંભળાવશે
નવી દિલ્હીઃ ધી ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ આજે કુલભૂષણ જાદવના મામલામાં પોતાનો ફેસલો સંભળાવશે. કુલભૂષણ જાદવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે, જે બાદ આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી પહોંચ્યો હતો. કુલભૂષણ જાદવ ભારતીય નાગરિક છે, તે નૌસેનાના રિટાયર્ડ અધિકારી છે, જેમને પાકિસ્તાને જાસૂસીના આરોપમાં પકડ્યો હતો. જો કે ભારત હંમેશાથી આ વાતનો ઈનકાર કરતું આવ્યું કે કુલભૂષણ જાસૂસ છે, પરંતુ પાકિસ્તાન જાદવના ખુદના કબુલનામાનો વીડિયો દેખાડી દાવો કરી રહ્યું છે કે જાદવ જાસૂસ છે.
જણાવી દઈએ કે પાછલા લાંબા સમયથી કુલભૂષણ જાદવ પાકિસ્તાનની જેલમાં બંધ છે, એવામાં નેધરલેન્ડના હેગ સ્થિત આઈસીજેના ફેસલા બાદ આજે આ સ્પષ્ટ થઈ જશે કે જાદવ જેલથી ક્યારે છૂટશે. કોર્ટમાં સુનાવણી પહેલા પાકિસ્તાનના કાયદા વિશેષજ્ઞને પણ એક ટીમ હેગ પહોંચી છે. પાકિસ્તાની મીડિયા મુજબ પાકિસ્તાનના મહાન્યાયવાદી મંસૂર ખાનની ટીમની આગેવાનીમાં આ ટીમ હેગ પહોંચી છે. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવકતા મોહમ્મદ ફૈઝલ પણ હેગ પહોંચ્યા છે. અગાઉ પાકિસ્તાને કૂલભૂષણ જાદવને છોડવાની ભારતની માંગ ઠુકરાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાદવને 3 માર્ચ 2016માં પાકિસ્તાનની સુરક્ષાબળોએ પકડ્યો હતો. તેને આતંકવાદ અને જાસૂસીના આરોપસર બલૂચિસ્તાનથી પકડ્યો હતો, જે બાદ જાદવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. પરંતુ ભારત શરૂઆતથી જ પાકિસ્તાનના તમામ દાવાને ફગાવતું રહ્યું છે. ભારતનું કહેવું છે કે જાદવ નૌસેનાથી રિટાયર થઈ ચૂક્યો છે, તે બિઝનેસ ટ્રિપ પર ઈરાન ગયો હતો, જ્યાંથી પાકિસ્તાનની ગુપ્તચર ટીમે તેનું અપહરણ કરી લીધું હતું. જાદવની ફાંસીની સજાના વિરોધમાં ભારતે આઈસીજેના દરવાજા ખખડાવ્યા હત, જે બાદ જાદવની ફાંસી પર રોક લગાવી દેવામાં આવી હતી.
55 કલાક અને 3 ઓપરેશન બાદ અલગ થઈ દિમાગથી જોડાયેલ બે બહેનો