• search

શીખ મહિલાને પોતાના જ પતિ સાથે નહીં ઊંઘવાની ચેતવણી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    લંડન, 8 ઑગસ્ટ : જો એક પત્ની માનસિક રીતે નબળા પોતાના પતિની સાથે શારિરીક સંબંધ બનાવે છે તો શું તેને ગૂનો ગણાવી શકાય? બ્રિટેનની એક કોર્ટે એક શીખ યુગલના કેસમાં જે નિર્ણય આપ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. કોર્ટનું કહેવું છે કે જો પત્ની પોતાના માનસિક રીતે અસ્વસ્થ પતિ સાથે સેક્યુઅલ સંબંધ બાંધશે તો તેને જીંદગીભર માટે જેલની હવા ખાવી પડી શકે છે.

    કોર્ટે આની પાછળ એવી દલિલ આપી છે કે મહિલાના પતિ પાસે સહમતિથી સેક્સને લઇને ક્ષમતા નથી. કોર્ટે જણાવ્યું કે આ દલિલથી બચાવ ના થઇ શકે બંને પરણિત છે. જો મહિલા તેના પતિ સાથે સેક્સુઅલ રિલેશન સ્થાપશે તો તે ગુનેગાર કહેવાશે.

    મહિલાએ કોર્ટને અપીલ કરી હતી કે માત્ર માનસિક રીતે નબળા હોવાના કારણે તેના લગ્ન આ વ્યક્તિ સાથે રદ ના કરવામાં આવે. સેંડવેલ મેટ્રોપોલિટન બ્યુરો કાઉન્સિલે કોર્ટને આ લગ્નને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં માન્યતા નહીં આપવાની જાહેરાત કરવાનું જણાવ્યું હતું કારણ કે આ વ્યક્તિ પાસે લગ્ન માટે સહમતિ આપવાની ક્ષમતા ન્હોતી.

    shikh woman
    જોકે જજે મહિલાના લગ્નને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. આવું પહેલીવાર બન્યું છે કે એક બ્રિટિશ જજે એક એવા લગ્નને યથાવત રાખવાની પરવાનગી આપી છે જેને કાનૂનમાં માન્યતા નથી. જજે નિર્ણય સંભળાવતા મહિલા સાથે સાથે સહાનુભૂતિ દર્શાવી અને જણાવ્યું કે પરિસ્થિતિ માટે તેઓ જવાબદાર નથી.

    ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિને તેના માતા-પિતા 2009માં પંજાબ લઇને ગયા હતાં. ત્યારે તેની ઉંમર 40 હતી. આ મહિલા લગ્ન પહેલા આ પુરુષને ન્હોતી મળી અને તેના લગ્ન થયા બાદ તેને ખબર પડી કે તે માનસિક રીતે બિમાર છે. મહિલાએ જણાવ્યું કે તે બંને લગ્નની રાત્રે અને ત્યાર બાદ ઘણા પ્રસંગે સહવાસ કરી ચૂક્યા છે.

    English summary
    Sikh Woman in Arranged Marriage Faces Life In Jail if She Has Sex With Husband in UK.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more