IMMIGRATION POLICY: પૈસાનું રોકાણ કરો અને નાગરિક્તા મેળવો, જાણો લિસ્ટમાં ક્યા ક્યા દેશોના છે નામ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાગરિકતા માટે એક ખાસ યોજના બનાવી છે. આ યોજના મુજબ જો તમે અમેરિકામાં સ્થાયી થવા માંગતા હો, તો તમે ચોક્કસ રકમ ચૂકવીને ગોલ્ડ કાર્ડ મેળવી શકો છો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. આ ગ્રીન કાર્ડ કરતાં વધુ સારું કાર્ડ છે. અમે આ કાર્ડની કિંમત $5 મિલિયન એટલે કે રૂ. 43,56, 48,000 રાખીશું અને તે તમને ગ્રીન કાર્ડની સાથે ઘણી વધુ સુવિધાઓ પણ આપશે.
ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં અમીરોને વસાવવા માટે આ યોજના બનાવી છે. ગોલ્ડ કાર્ડ યોજના હેઠળ લોકો 5 મિલિયન ડોલર એટલે કે રૂ. 43,56,48,000 ચૂકવીને યુએસ નાગરિકતા મેળવી શકે છે.
તમે અમેરિકામાં નાગરિકતા મેળવવાની પ્રક્રિયા જાણી હશે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં બીજા ઘણા દેશો છે જ્યાં લોકો પૈસા ચૂકવીને નાગરિકતા મેળવી શકે છે. ચાલો આજે આ રિપોર્ટમાં તમને જણાવીએ કે દુનિયાના કયા દેશોમાં પૈસા ચૂકવીને નાગરિકતા મેળવી શકાય છે.
અમેરિકા હવે ગોલ્ડ કાર્ડ દ્વારા નાગરિકતા આપવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ વિશ્વનો કોઈપણ વ્યક્તિ 5 મિલિયન ડોલર એટલે કે રૂ. 43,56, 48,000 ચૂકવીને અમેરિકન નાગરિક બની શકે છે.

પોર્ટુગલનો ગોલ્ડન વિઝા મેળવવા માટે તે દેશમાં વિવિધ ક્ષેત્રોમાં 5 લાખ યુરો એટલે કે આશરે 4.5 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જે પછી તમે પોર્ટુગલમાં નાગરિક તરીકે રહી શકો છો.
ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામ અને ક્વિબેક ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ દ્વારા કેનેડામાં નાગરિકતા મેળવવાનો વિકલ્પ છે. અહીં નાગરિકતા મેળવવા માટે તમારે તે દેશમાં 2 કરોડ 26 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ગ્રીસમાં પણ નાગરિકતા મેળવવા માટે તમારે ત્યાં રોકાણ કરવું પડશે. રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાયોમાં 2.50,000 રૂપિયા એટલે કે આશરે 2.28 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ગ્રીક નાગરિકતા મેળવી શકાય છે.
તુર્કીમાં પણ નાગરિકતા મેળવવા માટે તમારે રોકાણ દ્વારા પૈસા ખર્ચવા પડશે. જો તમે આ દેશમાં વિવિધ પ્રકારના વ્યવસાયમાં 3 કરોડ 50 લાખ રૂપિયા ખર્ચ કરો છો, તો તમે તુર્કીની નાગરિકતા મેળવી શકો છો.












Click it and Unblock the Notifications
