For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદ પર આંતરરાષ્ટ્રીય રૂપરેખા લાગૂ કરવામાં આવે: ભારત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pakistan-terror
સંયુક્ત રાષ્ટ્ર, 11 ઑક્ટોબર: આતંકવાદ સામે લડવા અને દુનિયાના કોઇ પણ સ્થળ પર આતંકવાદીઓને સલામતી પુરી પાડવાના વિરોધમાં ભારતે આંતરરાષ્ટ્રીય કાનૂની રૂપરેખા લાગૂ કરવા પર દબાણ કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના રૂલ ઓફ લો એટ ધ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ્સ પર સંબોધન કરતાં સાંસદ ધમેન્દ્ર યાદવે કહ્યું હતું કે આતંકવાદની વિરૂદ્ધની લડાઇમાં ભારત સંપૂર્ણ કાર્યવાહીનું આહવાન કરે છે, જે વિશ્વ શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

હિંદીમાં ભાષણ આપતાં યાદવે કહ્યું હતું કે દુનિયાના કોઇપણ ખૂણામાં આતંકવાદીઓને આશ્રય આપવા સહિત આતંકવાદ સામે લડવા માટે ઇમાનદારી અને અસરકારક રીતે આંતરરાષ્ટ્રીય કાનૂની રૂપરેખાને લાગૂ કરવી જોઇએ. મહાસભાના 67મા સત્રમાં ભાગ લેવા માટે આવેલા સાંસદોના સમૂહમાં ધમેન્દ્ર યાદવ પણ હતા.

English summary
India has stressed for an effective implementation by nations of international legal frameworks to combat terrorism and deny safe havens to terrorists anywhere in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X