For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ઝીણાને ખબર હતી કે ભારતમાં મુસ્લિમો સાથે શું થશે એટલા માટે પાકિસ્તાન બનાવ્યુ'

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફરીથી એકવાર પોતાના નિવેદનમાં લઘુમતી સમાજને લઈને ભારત પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફરીથી એકવાર પોતાના નિવેદનમાં લઘુમતી સમાજને લઈને ભારત પર હુમલો કર્યો છે. મંગળવારે આપેલા એક નિવેદનમાં ઈમરાન ખાન ફરીથી ભારત અને તેમના દેશમાં વસેલા લઘુમતી સમાજની વચ્ચે તુલના કરવાની કોશિશ કરી છે. ઈમરાને કહ્યુ છે કે તેમના 'નવા પાકિસ્તાન' માં લઘુમતી સમાજને સમાન દરજ્જો આપવામાં આવશે. લઘુમતીઓ સાથે એવો વ્યવહાર બિલકુલ નહિ થાય જેવો ભારતમાં થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ ઈમરાને મોદી સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બતાવશે કે લઘુમતી સાથે કેવી રીતે વર્તવુ જોઈએ.

ઝીણાના જન્મદિવસ પર આવ્યુ નિવેદન

ઝીણાના જન્મદિવસ પર આવ્યુ નિવેદન

મંગળવારે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણમાના જન્મદિવસના પ્રસંગે આ નવુ નિવેદન આવ્યુ છે. ઈમરાને આ પ્રસંગે ટ્વિટ કર્યુ અને લખ્યુ, ‘નવુ પાકિસ્તાન, કેદ-એ-આઝમનું પાકિસ્તાન છે અને અમે એ વાત નક્કી કરીશુ કે અમારા લઘુમતીઓ સાથે સમાન નાગરિકોની જેમ વ્યવહાર થાય નહિ કે જેવો ભારતમાં થઈ રહ્યો છે.' ઈમરાને આગળ કહ્યુ કે ઝીણાએ પાકિસ્તાનની કલ્પના એક લોકતાંત્રિક અને માત્ર પ્રેમવાળા દેશ તરીકે કરી હતી. ત્યારબાદ ઈમરાને વધુ એક ટ્વીટ કર્યુ અને તેમાં ફરીથી ભારત પર હુમલો કર્યો.

ઝીણાને ખબર હતી અસલિયત

ખાને લખ્યુ, ‘મુસલમાનો માટે એક અલગ દેશ તરીકે ઝીણાનો સંઘર્ષ માત્ર ત્યારે જ શરૂ થયો જ્યારે તેમને લાગ્યુ કે મુસલમાનોની સાથે ભારતમાં તે રીતે વર્તન નહિ થાય જેવુ હિંદુઓ સાથે થશે.' ઈમરાન તરફથી આ નિવેદન એ સમયે આવવાનું શરૂ થયુ જ્યારે બોલિવુડ એક્ટર નસીરુદ્દીન શાહે દેશમાં ગૌરક્ષાના નામ પર થઈ રહેલી હિંસા પર નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ હતુ કે દેશમાં વધતી ધાર્મિક અસહિષ્ણિતા પર તેમને હવે ડર લાગવા લાગ્યો છે. નસીરુદ્દીનના આ નિવેદન બાદ ઈમરાને ભારત પર હુમલો કરવો શરૂ કરી દીધો છે. તેમણે કહ્યુ કે તે ભારત સરકારને બતાવશે કે લઘુમતીઓ સાથે કેવુ વર્તન કરવુ જોઈએ.

મોહમ્મદ કૈફે લગાવી ફટકાર

મોહમ્મદ કૈફે લગાવી ફટકાર

જો કે ઈમરાન ખાનના આ નિવેદન પર નસીરુદ્દીન શાહે તેમને પોતાના દેશ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. માત્ર આટલુ જ નહિ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ ઈમરાન ખાનને આ રીતની વાત કરી. મોહમ્મદ કૈફે ઈમરાનને તેમના નિવેદન પર ટ્વિટર પર ફટકાર લગાવી. કૈફે ટ્વિટ કર્યુ અને લખ્યુ, ‘ભાગલા સમયે પાકિસ્તાનમાં લગભગ 20 લાખ લઘુમતીઓ હતા અને હવે બે ટકાથી ઓછો બચ્યા છે.' કૈફે આગળ લખ્યુ કે બીજી તરફ ભારતમાં આઝાદી બાદથી લઘુમતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લઘુમતીઓ પર અમને ભાષણ આપનાર પાકિસ્તાન દુનિયાનો છેલ્લો દેશ હોય તો સારુ રહેશે કે ઈમરાન ચૂપ જ રહે.

આ પણ વાંચોઃ છત્તીસગઢઃ મળો, ભૂપેશ બઘેલ કેબિનેટના નવા મંત્રીને જે વાંચી-લખી શકતા નથીઆ પણ વાંચોઃ છત્તીસગઢઃ મળો, ભૂપેશ બઘેલ કેબિનેટના નવા મંત્રીને જે વાંચી-લખી શકતા નથી

English summary
Imran Khan again says minorities are equal in his Naya Pakistan and not treating them like India is treating.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X