• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પડદા પ્રથાની વકીલાત કરનાર ઈમરાન ખાન પર વરસી પૂર્વ પત્ની જેમિમા, કહ્યુ - પ્રાઈવેટ પાર્ટને પડદામાં રાખો

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ હાલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પોતાના નિવેદનના કારણે ટ્વિટર પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. માત્ર પોતાના જ દેશમાં નહિ પરંતુ દિલ્લીથી લઈને યુરોપ સુધી જબરદસ્ત રીતે ટીકા સહન કરી રહેલા ઈમરાન ખાનને તેમની પહેલી અને પૂર્વ પત્ની જેમિમા ગોસ્ડસ્મિથે ટ્વિટર પર ઝાટકી દીધા. વાસ્તવમાં, ઈમરાન ખાને હાલમાં જ એક ટીવી ઈન્ટરવ્યુમાં રેપ સાથે જોડાયેલા એક સવાલ પર કહ્યુ હતુ કે આ ઘટનાઓ એટલા માટે વધી રહી છે કારણકે સમાજમાં અશ્લીલતા ચરમ પર છે, મહિલાઓએ ખુદને પડદામાં રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારના પ્રલોભનથી બચવુ જોઈએ.

આપણે પડદા પ્રથાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવુ જોઈએઃ ઈમરાન ખાન

આપણે પડદા પ્રથાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવુ જોઈએઃ ઈમરાન ખાન

વાસ્તવમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે હાલમાં રેપ અને યૌન હિંસાના કેસ ઘણા વધી ગયા છે, એવામાં આ ગુનાઓ પર લગામ કેવી રીતે લગાવી શકાય છે. જેના પર ઈમરાન ખાન કે જેમની ખુદની છબી જ રંગીન મિજાજની છે તેમણે કહ્યુ કે અમુક ગુના એવા હોય છે જેનાથી સરકાર એકલી ના લડી શકે, તેના માટે સમાજના સહયોગની જરૂર હોય છે. આજકાલ આપણા સમાજમાં અશ્લીલતા વધી ગઈ છે. દિલ્લી તો રેપ કેપિટલ બની ગયુ છે. વળી, યુરોપમાં અશ્લીલતાના કારણે ફેમિલીનો ઢાંચો બગડી ગયો છે માટે મારુ તો માનવુ છે કે આપણે પડદા પ્રથાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવુ જોઈએ, હું સ્પષ્ટ રીતે કહુ છુ કે પાકિસ્તાનના લોકોએ અશ્લીલતાથી બચવુ જોઈએ.

પ્રાઈવેટ પાર્ટને પડદામાં રાખો

પ્રાઈવેટ પાર્ટને પડદામાં રાખો

પોતાના આ નિવેદનના કારણે ઈમરાન ખાન જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે, તેમના પર હવે જબરદસ્ત વાર કર્યો છે તેમની પહેલી પત્ની જેમિમાએ જેમણે કુરાનની એક આયતનો હવાલો આપીને કહ્યુ કે, 'પડદો કરવાની જવાબદારી પુરુષોની છે નહિ કે મહિલાઓની.' તેમણે ટ્વિટ કર્યુ કે, 'પોતાના ઈમાનવાળાને કહો કે તે પોતાની આંખોને સંયમમાં અને પ્રાઈવેટ પાર્ટને પડદામાં રાખે.' પોતાના બીજા ટ્વિટમાં જેમિમાએ લખ્યુ કે, જો કે હું જે ઈમરાનને જાણતી હતી, તે મહિલાઓના તન પર પડદાની વાત નહોતા કરતા પરંતુ તે પુરુષોની આંખો પર પડદાની વાત કરતા હતા.'

રેહમ ખાને પણ કર્યો ઈમરાન અને જેમિમા પર કટાક્ષ

રેહમ ખાને પણ કર્યો ઈમરાન અને જેમિમા પર કટાક્ષ

જો કે આ વિવાદ અહીં જ ન અટક્યો. જેમિમાના ટ્વિટ પર ઈમરાન ખાન તરફથી તો કોઈ નિવેદન સામે ન આવ્યુ પરંતુ તેમની બીજી પૂર્વ પત્ની રેહમ ખાને જરુર જેમિમા પર કટાક્ષ કરી દીધો. તેમને કહ્યુ કે, 'કુરાનની વાતો એ છોકરી કરી રહી છે, જે ખુદ જ્યાં સુધી અહીં હતી, માથાથી પગ સુધી પડદામાં રહેતી હતી.' આ સાથે રેહમે ઈમરાને પણ સલાહ આપી કે તે કહેવાથી વધુ કરવા પર વિશ્વાસ રાખે, તે જેટલુ ઓછુ બોલશે, એટલુ જ સારુ રહેશે.

ઈમરાન ખાને કર્યા છે ત્રણ લગ્ન

ઈમરાન ખાને કર્યા છે ત્રણ લગ્ન

ઉલ્લેખનીય છે કે 68 વર્ષના ઈમરાન ખાને પોતાના પહેલા લગ્ન 1995માં 21 વર્ષની બ્રિટિશ કરોડપતિ જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કર્યા હતા પરંતુ 2004માં આ કપલે ડિવોર્સ લઈ લીધા. જેમિમા ગોલ્ડસ્મિથ વ્યવસાયે ફિલ્મ પ્રોડ્યુસર છે. તેમના આ લગ્ન 1995થી 2004 સુધી ચાલ્યા.

10 મહિનામાં તૂટ્યા હતા ઈમરાન ખાનના બીજા લગ્ન

10 મહિનામાં તૂટ્યા હતા ઈમરાન ખાનના બીજા લગ્ન

ત્યારબાદ ઈમરાન ખાને પોતાના બીજા લગ્ન વર્ષ 2015માં બ્રિટિશ-પાકિસ્તાની જર્નાલિસ્ટ રેહમ ખાન સાથે કર્યા હતા પરંતુ આ લગ્ન પણ વધુ લાંબા ન ચાલ્યા અને આ લગ્ન માત્ર 10 મહિનામાં જ તૂટી ગયા. ત્યારબાદ ઈમરાન ખાને ફેબ્રુઆરી 2018એ 40 વર્ષના બુશરા મનેકા સાથે લગ્ન કર્યા હતા. ઈમરાન ખાનના બે દીકરા છે જેમના નામ છે સુલેમાન ઈશા ખાન અને કાસિબ ખાન. બંને દીકરી પહેલી પત્ની જેમિમા ગોલ્ડસ્મિથી જ છે.

PM મોદીને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપ્યા બાદ નર્સોએ કહ્યુ..PM મોદીને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપ્યા બાદ નર્સોએ કહ્યુ..

English summary
Imran Khan ex wife Jemima criticized him, says - put a veil on the man's eyes not on the woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X