India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

90% બેરોજગાર લોકો ધરાવતા આ દેશમાં સેક્સ વગર છોકરીઓને નોકરી નથી મળતી, ઘર ઘર સુધી ફેલાયો એઈડ્સ!

By Desk
|
Google Oneindia Gujarati News

હરારે, 04 જૂન : રાજકીય અને આર્થિક જોખમોથી ઝઝૂમી રહેલા ઝિમ્બાબ્વેમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિને કારણે ઝિમ્બાબ્વેને એક સમયે દક્ષિણ આફ્રિકાની 'બ્રેડ બાસ્કેટ' કહેવામાં આવતું હતું. આજે આ દેશ ખોરાકની અસુરક્ષાથી પીડાઈ રહ્યો છે અને તેની વસ્તીનો મોટો ભાગ કુપોષણથી પીડિત છે. યુવાનોને નોકરીઓ નથી મળી રહી અને દેશની 90 ટકા વસ્તી બેરોજગારીનો શિકાર છે. અત્યંત ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા ઝિમ્બાબ્વેમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અત્યંત ગરીબી અને બેરોજગારીથી પીડિત આ દેશમાં નોકરીના બદલામાં સેક્સની માંગ કરવામાં આવી રહી છે.

સેક્સ મજબૂરી બની ગયુ છે

સેક્સ મજબૂરી બની ગયુ છે

સારી નોકરીઓના અભાવે યુવાનોને ઓછા પૈસામાં નાની-મોટી નોકરીઓ કરવાની ફરજ પડી રહી છે. તે જ સમયે, દેશમાં છોકરીઓની સ્થિતિ વધુ ખરાબ છે. કારણ કે છોકરીઓને નોકરી મેળવવા માટે નોકરી આપનાર સાથે શારીરિક સંબંધો પણ બનાવવા પડે છે. આવી સ્થિતિમાં ઘણી છોકરીઓ એઇડ્સ જેવી ગંભીર બીમારીનો શિકાર પણ બની રહી છે. અલ જઝીરાએ ઝિમ્બાબ્વેના ઘણા યુવાનોનો ઈન્ટરવ્યુ લીધો છે, જેમાં યુવાનોએ અહેવાલ આપ્યો છે કે તેઓએ નોકરીદાતાને સૌથી નીચા સ્તરની નોકરી માટે ચૂકવણી કરી છે અથવા બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા છે.

નોકરી માટે સેક્સની માંગ

નોકરી માટે સેક્સની માંગ

રાજધાની હરારેમાં એક દુકાનમાં કામ કરતી 24 વર્ષીય બ્યુટી થેરાપિસ્ટ તાયાના કુટેઉરા જણાવે છે કે, મારે સુપરમાર્કેટમાં નોકરી જોઈતી હતી, મેનેજર નોકરી માટે 50 ડોલરનીની માંગ કરી રહ્યો હતો. તે સમયે મારી પાસે પૈસા નહોતા પણ મને નોકરીની સખત જરૂર હતી. આવી જેવી યુવતીઓને નોકરી માટે પુરૂષો વારંવાર બદલામાં સેક્સ કરવા માટે કહે છે.

રોગોનું જોખમ

રોગોનું જોખમ

કુટેઉરાએ વધુમાં કહ્યું કે, એકવાર મને કેન્ટીન સંભાળવાનું કામ મળ્યું પણ મને કહેવામાં આવ્યું કે જો હું ત્યાંના માલિક સાથે સૂઈશ તો જ મને કામ મળશે. મેં એ કામ ન કર્યું. હું એક છોકરીને ઓળખું છું જેને નોકરી મેળવવાનો પ્રયાસ કરતી વખતે HIVનો ચેપ લાગ્યો હતો. તેને એક સુપરમાર્કેટના માલિકે સેક્સના બદલામાં નોકરી આપી હતી. નોકરીના પૈસાથી તેણે એક કાર ખરીદી અને થોડા સમય પછી તે સુપરમાર્કેટની મેનેજર બની ગઈ. પરંતુ હવે તે HIV પોઝીટીવ છે.

ઓછી ક્ષમતા સાથે કંપનીઓ કામ કરી રહી છે

ઓછી ક્ષમતા સાથે કંપનીઓ કામ કરી રહી છે

તમને જણાવી દઈએ કે ઝિમ્બાબ્વેમાં આર્થિક સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. મોંઘવારી ટોચ પર છે અને દેશ ઘણી આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાં અસમર્થ છે. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખાલી છે. ઝિમ્બાબ્વેની નબળી આર્થિક સ્થિતિને કારણે ઘણી કંપનીઓ કાં તો બંધ થઈ ગઈ છે અથવા ઓછી ક્ષમતા પર કામ કરી રહી છે. જેના કારણે લોકોને કામ નથી મળતું અને લોકો નિરાશામાં જીવી રહ્યા છે. ઝિમ્બાબ્વેમાં ભયાવહ બેરોજગાર લોકોનો ફાયદો ઉઠાવવાની લહેર ચાલી રહી છે. કંપનીઓમાં કામ કરતા મેનેજરો કે ઉચ્ચ હોદ્દા પરના લોકો લાંચ અને સેક્સના બદલામાં લોકોને નોકરી આપી રહ્યા છે.

English summary
In this country, girls do not get jobs without sex
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X