For Quick Alerts
For Daily Alerts
મારી યોજનામાં ભારત મહત્વનો હિસ્સો છે: ઓબામા
પનોમ પેન્હ, 20 નવેમ્બરઃ 'મારી યોજનામાં ભારત મહત્વનો હિસ્સો છે,' તેમ આજે યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહને કહ્યું છે. ઓબામાએ આવું ત્યારે કહ્યું જ્યારે મનમોહન સિંહે તેમને ફરીથી પ્રમુખ બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
યુએસમાં 6 નવેમ્બરે યોજાયેલી પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ફરીથી વિજેતા બન્યા બાદ પહેલીવાર ઓબામા અને મનમોહન સિંહ મળી રહ્યાં હતા. ત્યારે મનમોહન સિંહે કહ્યું હતું કે, ફરીથી પ્રમુખ બનવા બદલ અભિનંદન. બન્ને નેતાઓ કંબોડિયામાં આસિયાન સમિટમાં મળ્યાં હતા, જ્યાં હસ્તધૂનૂન કર્યું હતું.
ઓબામા સાથેની મુલાકાત વખતે સિંહે કહ્યું કે મિત્રતા અંગે તેઓ આગળ વિચારી રહ્યા છે અને સંબંધો વધુ સુધરે અને ભાગીદારી વધુ મજબૂત બનાવવા માગે છે.
નોંધનીય છેકે હાલ વડાપ્રધાન મનમોહન સિંહ આસિયાન સમિટમા ભાગ લેવા માટે કંબોડિયા ગયા છે, જ્યાં તેમણે ચીનના પ્રધાનમંત્રી સાથે પણ વિશેષ મુલાકાત કરી હતી અને ભારત-ચીન વચ્ચે જે સંતુલિત વ્યાપાર માટે ચર્ચા કરી હતી.