For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરોડોની લોટરી જીતનાર ભારતીયનું રહસ્યમય મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

urooj-khan
શિકાગો, 20 જાન્યુઆરી: જરા વિચારો કોઇને 425,000 ડોલર એટલે કે લગભગ બે કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની લોટરી લાગી જાય પરંતુ પૈસા મળવાના એક રાત પહેલાં તે વ્યક્તિનું મૃત્યું થઇ જાય તો ? અને ત્યારબાદ ખબર પડે કે તેના શરીરમાં સાઉનાઇડનું સ્તર વધુ હતું.

અમેરિકામાં રહેતા 46 વર્ષીય ભારતીય મૂળના ઉરૂજ ખાન સાથે આવું બન્યું. જૂન 2012માં લોટરી લાગી હોવાના સમાચાર મળ્યા અને 19 જુલાઇના રોજ લોટરીના પૈસા મળવાના હતા પરંતુ એક દિવસ પહેલાં જ અચાનક તેમનું મૃત્યું નિપજ્યું.

પહેલાં તેને કુદરતી કારણોને મોત નિપજ્યું હોવાનું માનવામાં આવતું હતું પરંતુ એક સંબંધીની ફરિયાદ બાદ ટેસ્ટ કરવામાં આવ્યો તો ખબર પડી કે તેમનું મોત ઝેરના કારણે થયું છે. શરીરમાં ઝેરનું પ્રમાણ વધારે હતું.

ત્યારબાદ અમેરિકામાં આ ઘટના ચર્ચાસ્પદ બની ગઇ શું આ ઝેર ઉરૂઝ ખાને જાતે ખાધુ હતું કે પછી તેમને ઝેર આપવામાં આવ્યું હતું કે પછી સુંઘાડવામાં આવ્યું હતું. હવે શિકાગોના અધિકારીઓએ તેમની લાશને કબરમાંથી બહાર કાઢી છે અને બીજી વાર અટોપસી કરી છે. ઉરૂઝ ખાને જૂન મહિનામાં લોટરી જીતી હતી અને ખુશ જ ખુશ હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે તે થોડા પૈસા બિઝનેસમાં લગાવશે અને થોડા પૈસા બાળકોની હોસ્પિટલમાં દાનમાં આવશે.

પરંતુ તેમના અચાનક મૃત્યુંથી ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે ઉરૂઝ ખાનની પૈસા માટે તો હત્યા કરવામાં આવી નથી આવી. ઉરૂઝ ખાનની પત્ની શબાના અંસારી છે પરંતુ પ્રથમ પત્ની દ્રારા ઉરૂઝ ખાનને 17 વર્ષની પુત્રી પણ છે. શબાના અને તેમના પિતાએ ઉરૂઝ ખાનની મૃત્યુંમાં તેમનો હાથ હોવાનો ઇન્કાર કરી દિધો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર ઉરૂઝ ખાનની લાશને બહાર કાઢ્યા બાદ તેમના અંગ, બાલ અને નખના નમૂના લેવામાં આવ્યાં છે અને તપાસમાં સમય લાગશે. ઉરૂઝ ખાનને ડ્રાઇ ક્લિનિંગના ઘણા સ્ટોર હતા.

English summary
46-year-old Urooj Khan had a successful dry-cleaning business in Chicago but in June, he could not resist trying his luck with the lottery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X