For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNમાં ટેરર ફંડિંગ પર પાસ થયો મોટો પ્રસ્તાવ, ભારતે પાકને ગણાવ્યુ આતંકીઓનું મદદગાર

ભારતે આતંકવાદ પર લગામ લગાવવામાં મોટી ભૂમિકા ભજવનાર ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને ઓળખ આપવા સાથે જોડાયેલ યુનાઈટેડ નેશન્સ (યુએન) ના એક પ્રસ્તાવનું સમર્થન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતે આતંકવાદ પર લગામ લગાવવામાં મોટી ભૂમિકા ભજવતા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને ઓળખ આપવા સાથે જોડાયેલ યુનાઈટેડ નેશન્સ (યુએન) ના એક પ્રસ્તાવનું સમર્થન કર્યુ છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યુ કે એવા દેશ જે આતંકીઓ માટે નરમ છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમના પર આ પ્રસ્તાવ નિયંત્રણ લગાવી શકશે. આ પ્રસ્તાવ યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં શુક્રવારે પાસ કરવામાં આવ્યો છે.

syed akbaruddin

શું છે પ્રસ્તાવનો હેતુ

આ પ્રસ્તાવનો હેતુ આતંકી સંગઠનનોને મળતું ફંડિંગ એટલે કે આર્થિક મદદ રોકવાનો છે. પ્રસ્તાવ પાસ થયા બાદ એવા દેશ જે આતંકી ફંડિંગને પ્રોત્સાહન આપે છે તેમની સામે યુએન એક્શન લેશે. સૈયદ અકબરુદ્દીને કહ્યુ કે આતંકી આજે ફંડિંગ માટે નવી રીતો અપનાવી રહ્યા છે અને ષડયંત્રોને સફળતાપૂર્વક અંજામ આપી રહ્યા છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યુ કે આતંકી આજે દરેક નિયમ તોડી રહ્યા છે અને અમુક દેશ તેમની મદદ કરવા માટે દરેક સમયે તૈયાર છે. અકબરુદ્દીને કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સમુદાય જો એક્શન માટે મન બનાવે છે તો ભારત આના માટે સંપૂર્ણપણ તૈયાર છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી, આપ્યા સંકેતઆ પણ વાંચોઃ પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી, આપ્યા સંકેત

English summary
India's permanent representative Syed Akbaruddin at United Nations (UN) said ‘serial offenders' will continue to support terrorism, in a veiled reference to Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X