For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India-China Clash in Tawang: ચીનની ખરાબ પરિસ્થિતિઓ છૂપાવવા ભારત સાથે વિવાદ છેડી રહ્યા છે શી જિનપિંગ

ભારત અને ચીન વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે, ત્યારે વિદેશી થિંક ટેંકનું માનવું છે કે તેઓ પોતાની ખરાબ પરિસ્થિતિ છૂપાવવા માટે ભારત સાથેના વિવાદનો સહારો લઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ચીન પહેલેથી જ સામ્રાજ્યવાદી નીતિ પર ચાલી રહ્યું છે. આ સંયોગ જડ છે કે 9 ડિસેમ્બરે બનેલી તવાંગની ઘટનાના ઠીક છ દિવસ બાદ જ ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરકાર પટેલની 72મી પુણ્યતિથિ છે. ચીનના સંદર્ભમાં સરદાર પટેલની યાદ આવવી સ્વાભાવિક છે. સરદાર પટેલે 72 વર્ષ પહેલા જ ચીનની સામ્રાજ્યવાદી નીતિને જાણી લીધી હતી.

xi jinping

જેવી રીતે ચીને સુધારાના નામ પર તિબેટ પર કબ્જો જમાવવાની શરૂઆત કરી હતી, અને આપણા સ્વપ્નદર્શી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તેને નૈતિક સમર્થન આપી દીધું હતું, જેને લઈ સરદાર પટેલ ચિંતિત હતા. ચીનની સામ્રાજ્યવાદી નીતિ પર વિચાર કરવા માટે સરદાર પટેલ ત્યારે કેબિનેટની બેઠક બોલાવવા માંગતા હતા. આ સિલસિલામાં 7 નવેમ્બર 1950ના રોજ સરદાર પટેલે વડાપ્રધાન પંડિત નેહરુને જે પત્ર લખ્યો હતો, તે ફરી એકવાર પ્રાસંગિક થઈ ગયો છે.

ચીને આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો

સરદાર પટેલે લખ્યું હતું, "ચીન સરકારે શાંતિપૂર્ણ ઈરાદાની પોતાની ઘોષણાઓથી આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. મારી પોતાની લાગણી એ છે કે અમુક નિર્ણાયક ક્ષણે ચીનની સરકારે અમારા રાજદૂતને તિબેટની સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની તેમની કહેવાતી ઇચ્છામાં ખોટો વિશ્વાસ રાખવા માટે પ્રેરિત કર્યા. ચીન પોતાનું સંપૂર્ણ ધ્યાન તિબેટ પર આક્રમણ કરવાની યોજના પર કેન્દ્રિત કરી રહ્યું હશે તેમાં કોઈ શંકા નથી.

મારું મંતવ્ય છે ચીનનું અંતિમ પગલું વિશ્વાસઘાતથી જરાય ઓછું નથી. દુખ તો એ છે કે તિબેટિયનોએ આપણા પર ભરોસો રાખ્યો અને આપણા માર્ગદર્શનમાં ચાલવાનું પસંદ કર્યું અને તેમને ચીનની કૂટનીતિની ઝાળમાંથી બહાર કાઢવામાં આપણે અસમર્થ રહ્યા. આપણે ચીનને તો મિત્ર માનીએ છીએ, પરંતુ તેઓ આપણને મિત્ર નથી માનતા."

ચીનની સત્તા તંત્રમાં વડાપ્રધાન રહેલા લી કેકિયાંગ ઉદારવાદી મનાતા રહ્યા છે. તેઓ શી જિનપિંગની કઠોર નીતિઓના સમર્થનમાં નથી રહ્યા. કોરોનાની મહામારી વચ્ચે ચીનની આર્થિક સ્થિતિમાં ગિરાવટને લઈ બંને નેતાઓ વચ્ચે વર્ષ 2020માં વિવાદ વધી ગયો હતો. કેકિયાંગ જ્યાં રિટેલ અને સ્ટ્રીટ બિઝનેસ દ્વારા ચીનની ઘટી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની તરફેણમાં હતા, જ્યારે શી જિનપિંગનો મત તેનાથી વિરુદ્ધ હતો.

ગલવાન અથડામણ માટે ત્યારે ચીનના ઉદારપંથી સમૂહો સાથે જ પૂર્વી એશિયાના તમામ થિંક ટેંકનું માનવું હતું કે શી જિનપિંગે ચીનમાં પોતાના પ્રભાવ અને તાકાત વધારવા માટે પોતાની સેનાનો ઉપયોગ કર્યો. ત્યારે થિંક ટેંકનું માનવું હતું કે ચીન આવી ઘટનાઓથી બાજ નહીં આવે. ત્યારે એવું પણ માનવામાં આવ્યું હતું કે શી જિનપિંગનો એક ઉદ્દેશ્ય પોતાના પ્રધાનમંત્રી અને ઉમ્રમાં નાના લી કેકિયાંગ તરફથી ચીની જનતાનું ધ્યાન હટાવવાનું છે. આ કારણે જ તેમણે ભારતીય સીમા પર આ નાપાક કારનામું કર્યું. ત્યારે પૂર્વી એશિયાના થિંક ટેંકનું માનવું હતું કે જો લી કેકિયાંગની તાકાત નહીં ઘટે, તો શી જિનપિંગ આવાં વધુ પગલાં ઉઠાવી શકે છે.

શી જિનપિંગ ચીનનો બાદશાહ બની બેઠો

આ વર્ષે ઓક્ટોબરમાં થયેલ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિવેશનમાં લી કેકિયાંગને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. જિનપિંગ એક રીતે ચીનના હંમેશ માટેના બાદશાહ બની બેઠા છે. એવામાં સવાલ એ ઉઠે છે કે પાછું ચીને અરુણાચલ પ્રદેશની તવાંગ ઘાટીમાં આવું પગલું કેમ ઉઠાવ્યું જેમાં તેના 30થી વધુ જવાનો ઘાયલ થી ગયા.

આ સવાલનો જવાબ જાણવા માટે ચીનની અંદરની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જોઈએ. ચીન ભલે લાખો ઈનકાર કરે, પરંતુ કોરોના મહામારી ચીનમાં ફરી એકવાર પગપેસારો કરી ચૂકી છે. વધતા કોરોનાના કારણે ચીનની સરકારે જ્યારે કઠોર પ્રતિબધ લગાવ્યો તો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. એક તરફથી વિદ્રોહ થતો જોવા મળ્યો. લોકો રસ્તાઓ પર શી જિનપિંગ ગાદી છોડો જેવા નારા લગાવતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન ચીનની અર્થવ્યવસ્થામાં પણ ગિરાવટ ચાલુ છે. ચીનનો વિકાસ દર સતત ઘટતો જણાઈ રહ્યો છે. જે કારણે દેશમાં બેરોજગારી વધી રહી છે. વિશ્વ બેંકે આ વર્ષે ચીનનો વિકાસ દર 4.3 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું, જે હવે વધુ ઘટી ગયો છે. દેશના નિર્માણ સેક્ટર ભયાનક મંદીનો સામનો કરી રહ્યા છે. શી જિનપિંગ 2013 થી સતત દેશના પ્રમુખ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ રહ્યા છે, તેથી તેમના પર વધુ પ્રશ્નો છે.

પૂર્વી એશિયાના થિંક ટેંક માને છે કે આવામાં દેશનું ધ્યાન ગેરમાર્ગે દોરવા માટે શી જિનપિંગ ભારત સાથે વિવાદોનો માર્ગ સર્વશ્રેષ્ઠ માર્ગ તરીકે જુએ છે.

English summary
India-China Dispute: Why china using dispute with india to hide their bad situation?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X